બાબરા જી.આઇ.ડી.સી- ૨ માંથી ભારતીય બનાવટનો  વિદેશી દારૂ ઝડપાયો 

WhatsApp Image 2023 08 09 at 12.55.59

બાબરામાં આવેલ જી.આઇ.ડી.સી. – ૨ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલો નંગ- ૩૨૪ કુલ કિં.રૂ.૮૬,૧૮૪/- નો મુદ્દામાલ  અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા પકડી પડાયો .

ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર સાહેબએ  જિલ્લાઓમાંથી દારૂ-જુગારની  બંધ કરવા સુચના આપેલ હતી .  અમરેલી પોલીસ અધિક્ષકશ્ હિમકર સિંહ સાહેબ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા , પ્રોહિબીશનના વેચાણ ,  સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું .

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર  એ.એમ. પટેલની રાહબારી હેઠળ એલ.સી.બી. ટીમ ગઈ કાલ તા.૦૮/૦૮/૨૦૨૩ ના રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળતા . અમીત ઉર્ફે મામુ ગોરધનભાઇ ખોખરીયા રહે.બાબરા, અમરાપરા વાળાએ બાબરા, નીલવડા રોડ ઉપર આવેલ જી.આઇ.ડી.સી.- ૨ માં યોગીધારા મીની ઓઇલ મીલ પ્લોટ નં.૧૯૧/બી માં મગફળીના ફોફા રાખવાના રૂમમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. જે બાતમીના આધારે રેઇડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડેલ છે. તેમજ રેઇડ દરમિયાન  આરોપી હાજર મળી આવેલ ન હોય તેને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે. પકડાયેલ મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોપાયેલ  છે.

અમીત ઉર્ફે મામુ ગોરધનભાઇ ખોખરીયા, રહે.બાબરા, અમરાપરા, ખોખરીયા શેરી આરોપીઓ પકડવાનો બાકી છે .

ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની મેગડોવેલ્સ નં.૧ કંપનીની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ-૩૨૪ રૂ.૮૬,૧૮૪/- નો મુદ્દામાલ ઝડપાયો છે .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સટેબલ  નિકુલસિંહ રાઠોડ, મનીષભાઇ જાની, તથા  રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.