જાગૃત નાગરિક દ્વારા સફાઈ કરી
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા પાણીની ટાંકી માંથી દારૂની ખાલી બોટલો અને દવાઓનો જથ્થો જાગૃત શહેરીજનોએ દૂર કરી સફાઈ હાથ ધરી છે. સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત પાલિકામાં આવેલ પાણીની ટાંકી વિદેશી દારૂની ખાલી બોટલો થી ભેરલી હોવાનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.ત્યારે પાલિકાની અંદરજ આવેલ પાણીની ટાંકી માંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર ફેલાયો હતો.વધુમાં સોશિયલ મીડિયા પર વિડિઓ વાઇરલ થયા બાદ પાલિકામાં કોણ દારૂની મહેફિલો માણતું હશે તેની સામે સવાલ ઉભા થયા હતા.વિડીઓ વાઇરલ થયા બાદ પણ નિર્ભર પાલિકા તંત્ર દ્વારા દારૂની બોટલો પાણીની ટાંકી માંથી હટાવવામાં ન આવતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે.
આ મુદ્દે શહેરના જાગૃત નાગરિકો પાલિકા ખાતે પહોંચી અને પાલિકાની પાણીની ટાંકી માંથી અંદાજીત 25 થી વધુ દારૂની બોટલો બહાર કાઢી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.દારૂની બોટલો સાથે મેડિકલ દવાઓનો જથ્થો પણ પાલિકાની પાણીની ટાંકી માંથી મળી આવ્યો છે જેનો પણ નાશ કરવામાં આવ્યો છે.ત્યારે પાલિકા તંત્રએ જે કામ પોતાની કચેરીમાં ન કર્યું તે શહેરીજનોએ કર્યું હોવાનું સામે આવ્યું છે. સતિષભાઈ ગમારા અને યુસુફભાઈ મેતર સહિતના શહેરીજનોએ નગરપાલિકાની ટાંકીમાં ઉતરી અને સાફ સફાઈ હાથ ધરી છે.