- સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન સુરેન્દ્રનગર પંથક વિદેશી દારૂના કટીંગ માટેનું એપી સેન્ટર : કમિશનર રેટ વિસ્તારમાંથી માત્ર રૂ.17.44 લાખનો શરાબ પકડાયો
- એસએમસી ના વડા નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતના સ્ટાફ દ્વારા દારૂ જુગારના ધંધાર્થી પર સર્જિકલ સ્ટ્રાઈક
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવા સ્ટેટ મોનિટરિંગ સેલ નો ડીઆઇજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસી કે ટી કામરિયા સહિતના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વિદેશીદારૂ – દેશી દારૂ અને જુગારની બદી ડામી દેવા મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2024 દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન સુરેન્દ્રનગર પંથક વિદેશી દારૂ ના કટીંગ માટેનું એપિ સેન્ટર સુરત બાદ સૌથી વધુ રાજકોટ રેન્જમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.બુટલેગરો દ્વારા પોલીસ થી બચવા કટીંગ માટે ગ્રામ્ય વિસ્તાર પસંદગી,જ્યારે વડોદરા શહેરમાં 1.47 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો હતો. અમદાવાદ શહેરમાં 61 લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં 90 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. રાજ્યની સુરત રેંજમાં સૌથી વધારે 3.92 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો હતો. રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2024 દરમિયાન એસએમસીએ 455 કેસ પૈકી 347 જેટલા ક્વોલીટી કેસ નોંધીને 22.52 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સહિત કુલ 52 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસ કમિશનરેટની હદમાં દરોડાની વાત કરીએ તો અમદાવાદમાં 61 લાખ, વડોદરામાં 1.47 કરોડ, સુરતમાં 51 લાખ અને રાજકોટ શહેરમાં માત્ર 48 હજાર રૂપિયાનો જ દારૂ જપ્ત કરાયો હતો
વર્ષ 2024માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર રાજ્યમાં રેન્જ વિસ્તારના પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2024 દરમિયાન એસએમસીએ 455 કેસ પૈકી 347 જેટલા ક્વોલીટી કેસ નોંધીને 22.52 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ મળી 52 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસ કમિશનરેટની હદમાં અમદાવાદમાં 61 લાખ, વડોદરામાં 1.47 કરોડ, સુરતમાં 51 લાખ અને રાજકોટ શહેરમાં માત્ર 48 હજાર રૂપિયાનો જ દારૂ જપ્ત કરાયો હતો. રાજ્યની રેંજ પૈકી સુરત રેંજમાં સૌથી વધારે 3.92 કરોડ રૂપિયાનો દારૂ, અમદાવાદ રેંજમાં 1.45 કરોડ રૂપિયાનો દારૂ, ગાંધીનગર રેંજમાં 2.88 કરોડ રૂપિયાનો દારૂ, વડોદરા રેંજમાં 2.46 કરોડ રૂપિયાનો દારૂ, ગોંધરા રેંજમાં 1.93 કરોડ રૂપિયાનો દારૂ, રાજકોટ રેંજમાં 3.64 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ, બોર્ડર રેંજમાં 2.5 કરોડ રૂપિયાનો અને ભાવનગર રેંજમાં 1.35 કરોડ રૂપિયાનો દારૂ દરોડાની કામગીરી દરમિયાન જપ્ત કરાયો હતો. સૌથી ઓછો રૂપિયા 12.59 લાખનો દારૂ જૂનાગઢ રેંજ અને રેલવે પોલીસની હદમાંથી 6.71 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાજ્યમાં ગુનાખોરીયા નાસ્તા પડતા ગુજરાતમાંથી 59 શખ્સોની જ્યારે અન્ય રાજ્ય માંથી મળી 76 ગુનેગારોને ઝડપી જેલ ભેગા કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય રાજ્યના ગુનાઓ આચાર્ય ગુજરાતમાં આશરે સ્થાન મેળવી રહેતા રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યના મળી 92 શખ્સોની ધરપકડ કરી જે તે રાજ્યને સોંપવામાં આવ્યા છે.