૧૦૬૨૦ બોટલ દારૂ ૨૦૬૪ બિયરના ટીન અને ટ્રક મળી રૂ.૪૮.૭૩ લાખનો મુદામાલ કબ્જે: ચાલકની ધરપકડ

પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ નજીક સામખીયાળી પાસેથી એલ.સી.બી.એ વિદેશી દારૂ બીયરનો જંગી જથ્થા સાથે ટ્રકના ચાલકને ઝડપીલઈ રૂ. ૪૮.૭૩ લાખના મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા બુટલેગર સહિતના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કચ્છ સરહદી વિસ્તાર હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી બોર્ડર રેન્જ આઈ.જી.મોથલીયા એ સઘન પેટ્રોલીંગ હાથ ધરવા અને વાહન ચેકીંગ હાથ ધરવા આપેલી સૂચનાને પગલે ઈન્ચાર્જ એસ.પી.સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નાં પી.આઈ. એસ.એસ.દેસાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે જી.જે.૧૫ એ.ટી. ૨૦૯ નંબરના ટ્રકમાં વિદેશી દારૂ આવી રહ્યાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે સામખીયાળી નજીક વોંચ ગોઠવી હતી.

વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં સામખીયાળી ધોરી માર્ગ પર નિકળેલા ટ્રકને અટકાવી તલાશીલેતા જેમાથી રૂ.૪૦.૬૫ લાખની કિંમતનો ૧૦૬૨૦ બોટલ દારૂ અને ૨૦૬૪ બીયરના ટીન સાથે રામચંદ્ર રામપ્રસાદ યાદવ નામના શખ્સની ધરપકડ કરી દારૂ બીયર, ટ્રક, મોબાઈલ, અને રોકડ મળી રૂ. ૪૮.૭૩ લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા રામચંદ્ર યાદવની પ્રાથમિક તપાસમાં તેની સાથે ઝડપાયેલા વિનોદ યાદવ નાશી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.