પ્રેમ ગ્રંથ કે પન્નો પર…. તૂ મેરા હિરો હૈ….
છેલ્લા બે દશકાથી યુવા વર્ગમાં આ દિવસોમાં અનેરો ઉત્સાહ અને ગમતાને ગુલાલ કરતા જોવા મળે છે
વિશ્વભરમાં સંત વેલેન્ટાઇનની યાદમાં ફેબ્રુઆરીને પ્રેમના મહિના તરીકે સેલિબ્રેશન થઇ રહ્યું છે ત્યારે છેલ્લા બે દશકાથી આપણાં દેશ ભારતમાં પણ યુવા ધનમાં આ દિવસ ઉજવવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઢાઇ અક્ષરના આ ‘પ્રેમ’ શબ્દને કોઇ સમજી શકતું નથી તો જેને સમજાય ગયું છે.તે નિજાનંદી મસ્તી માણે છે. પારિવારિક પ્રેમનો મહિમા જન્મ થયેલ ટચુકડા બાળકને પ્રેમ ચુંબન કરતી ‘મા’ ની મળતા તો અનેરો મહિમા છે. માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઇ-બેન, દાદા-દાદી, નાના-નાની જેવા બ્લડ રીલેકશનમાં ‘પ્રેમ’ સભર વાતાવરણ ભળે ત્યારે પરિવાર ચોમેર દિશાએ ખીલી ઉઠે છે.
ફેબ્રુઆરીની 7 તારીખથી 14 તારીખ સુધી વિવિધ દિવસોમાં રોઝ ડે થી ઉજવણી શરુ થઇને વેલેનાઇન્ટ ડે એ સમાપન થાય છે. આ વીક દરમ્યાન રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, રેડી ડે, પ્રોમીલ ડે, કિસ ડે, હગ ડે જેવા વિવિધ સેલિબ્રેશનમાં વિશ્ર્વભરના યુવા વર્ગ જોડાય છે. આ દિવસો દરમ્યાન વેપાર જગતમાં કરોડો રૂપિયાની વસ્તુઓ યુવા વર્ગ ખરીદતા હોવાથી તેનું હવે વ્યાપારીકરણ પણ થઇ ગયું છે.
1980માં હિરો ઉઘોગો આભુષણોને સાંકળીને વિવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ ત્યારે કેટલાક લોકો મજાકમાં ‘કુવારાઅ માટે નો જાગરૂકતા દિન’
પણ કહેવામાં આવે છે. ખરેખર આ દિવસ બે પ્રેમીઓને ડેડી કેટ કરવામાં આવે છે. વેલેન્ટાઇન્સ ડે હવે ફકત પ્રેમનો ઇઝહારનો જ દિવસ નથી રહ્યો પણ ઘણી બધી ગીફટો ગમતા પાત્રને આપવાનો તહેવાર બની ગયો છે. આ તહેવાર જે દેશમાં અંગ્રેજી બોલવામાં આવે છે ત્યાં આ પરંપરાગત રીત. ઉજવણી થાય છે. મોટાભાગે આ સપ્તાહમાં પ્રેમનો ઇઝહાર ફૂલો, ટેડી, કે વેલેન્ટાઇન ગ્રીટીંગ કાર્ડ આપીને કરે છે, કેટલાક ચોકલેટ, પરફયુમ, ડિઝાઇનર ડ્રેસ, ગુલાબ, બેલ્ટ કે કોફી મગ પ્રેમના આ તહેવારમાં પોતાના પ્રિય પાત્રને આપે છે.
19મી સદીમા આ દિવસે પ્રેમ પત્રો મોકલવાનો પ્રચલિત રિવાજ બન્યો હતો. સંત વેલેન્ટાઇને ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કર્યો હતો અને તેની એક પત્ની-પતિની વ્યવસ્થાથી બહુ જ ભારતીય સંસ્કૃતિમાંથી જાણ્યા હતા. ભારતનો વ્યાપાર તે સમયે આફ્રિકા થઇને યુરોપમાં ખુબ ચાલ્યો હતો જેને કારણે ચોથી સદીના અંતમાં વેલેન્ટાઇનને ભારતીય સંસ્કૃતિનું સાહિત્ય મળ્યું હતું. તેમને ભારતની પરિવાર વ્યવસ્થા ખુબ જ ગમી હતી.
સંત વેલેન્ટાઇને પોતાની આંખનું ‘દિવ્યાંગ’ પ્રેમિકાને દાન કર્યું હતું
પાંચમી સદીમાં યુરોપમાં સંત વેલેન્ટાઇન પ્રેમી યુગલને પ્રોત્સાહીત કરતા હતા. રાજાના ફરમાનનો વિરોધ કરીને આ સંતે પોતાની પ્રવૃતિ ચાલુ જ રાખી હતી અને મૃત્યુ સમયે પોતાની આંખનું દાન તેની દિવ્યાંગ પ્રેમિકાને અર્પણ કરી હતી. વેલેન્ટાઇને તેની પ્રેમિકા જેકોબસ ને લખેલ પત્રમાં છેલ્લે તમારો વેલેન્ટાઇન શબ્દ લખ્યો હતો જે બાદમાં દરેક પ્રેમીઓનો શબ્દ બની ગયો હતો. આવી ઘણી બધી લોક વાયકાને વાતો આ દિવસની પ્રચલિત થયેલ છે. જો કે વિશ્ર્વભરમાં આ એક માત્ર તહેવારે યુવા વર્ગમાં આનંદ- ઉત્સાહ જોવા મળે છે.