યુવાનો માટે ક્રિકેટ એ ભારતમાં ખૂબજ લોકપ્રિયતા ધરાવતે ખેલ છે. અને તેમાં પણ આઈપીએલના ટવેન્ટી ટવેન્ટી મેચ એ તો યુવાનોને ઘેલુ લગાડયું છે. રાજકોટનીગુજરાત લાયન્સની ટીમ એ ખાસુ આકર્ષણ જમાવ્યું છે ઈન્ટેક્ષ ટેકનોલોજીસ ના યુવા ડિરેકટર કેવ બંસલ કે જેઓ ગુજરાત લાયન્સના પણ માલીક છે. તેઓ રાજકોટની ગાર્ડી વિદ્યાપીઠ ખાતે યુવાનોને માર્ગદર્શીત કરવ અને ઉત્સાહિત કરવા ગુ‚વારે આવતા હોય વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને ઉંમંગ છવાયો છે. આ મુલાકાત દરમ્યાન કેશવ સથે ગુજરાત લાયન્સના ખેલાડીઓને પણ આમંત્રણ અપાયું હોય, તેઓ પણ આ મુલાકાતમાં જોડાય તેવી શકયતા છે.
મુલાકાત દરમ્યાન તેઓ વિદ્યાર્થીઓને સંબોધશે અને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપશે. ત્યારબાદ તેઓ વિદ્યાર્થીએને ટ્રોફીએ અને ગુજરાત લાયન્સની જર્સીઓ આપશે તેઓ ગાર્ડી વિદ્યાપીઠના ક્રિકેટ ગ્રાઉન્ડની પણ મુલાકાત લેશે તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બેટ પર હાથ અજમાવશે. સેલ્ફીના શોખીન યુવાઓ સાથે સેલ્ફીએ લઈને ગાર્ડી વિદ્યાપીઠના યુવાનોમાં જોમ પૂરશે.
આ સમગ્ર આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા સીઈઓ પ્રશાંત મહેત અને એકઝીકયુટીવ ડાયરેકટર ડો.એસ.બી. જાડેજાના માર્ગદર્શન અંતર્ગત સમગ્ર ગાર્ડી વિદ્યાપીઠનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.