ભારતીય અર્થતંત્ર સતત આગળ વધી રહ્યું છે. જો કે એનઆરઇ દેશની બહાર રહીને આ અર્થતંત્રને બળ આપી રહ્યા છે. એનઆરઆઈ દેશમાં અબજો રૂપિયા ઠાલવી રહ્યા છે. જેને કારણે ભારતની બજારમાં પૈસો ભરપૂર ફરતો રહે છે. જો કે તેઓ જ્યાં રહે છે ત્યાના અર્થતંત્રમાં પણ સિંહફાળો આપી રહ્યા છે. આમ વિદેશ વસતા ભારતીયો બે દેશોના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.
વિશ્વના અનેક દેશોમાં ભારતીયો વસે છે. ભારતીયો વિદેશોમાંથી કમાણી કરવામાં અવ્વલ બન્યા છે. 2023માં ભારતીયોએ વિદેશથી 120 બિલિયન ડોલર એટલે રૂ. 9.84 લાખ કરોડ રેમિટન્સ સ્વરૂપે ભારત મોકલ્યા હતા. જે મેક્સિકોને મળેલા 66 બિલિયન ડોલરના રેમિટન્સ કરતાં બમણુ છે.
વર્લ્ડ બેન્ક દ્વારા જારી રિપોર્ટ અનુસાર, વિદેશમાંથી રેમિટન્સ મેળવનાર દેશોમાં ચીન (50 બિલિયન ડોલર), ફિલિપાઇન્સ (39 બિલિયન ડોલર) અને પાકિસ્તાન (27 બિલિયન ડોલર) રેમિટન્સ પ્રાપ્ત કરનારા ટોચના પાંચ દેશોમાં છે. 2021-2022 દરમિયાન મજબૂત વૃદ્ધિ બાદ નીચી અને મધ્યમ આવકવાળા દેશોમાં સત્તાવાર રેમિટન્સનું પ્રમાણ નીચુ રહ્યું હતું. જો કે, 2023માં 656 બિલિયન ડોલરે પહોંચ્યું હતું.
ભારતના કિસ્સામાં, 2023માં રેમિટન્સમાં 7.5 ટકાનો વધારો થયો છે. તે 120 બિલિયન ડોલર થઈ ગયું છે. અમેરિકામાં ઘટી રહેલા ફુગાવા અને મજબૂત શ્રમ બજારોના ફાયદાના કારણે રેમિટન્સમાં વધારો થયો છે. ભારતમાંથી કુશળ ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકા સૌથી મોટું સ્થળ છે. આ ઉપરાંત ગલ્ફ દેશોમાં કુશળ અને અર્ધ-કુશળ કામદારોની માંગની પણ રેમિટન્સ પર સકારાત્મક અસર પડી હતી.
પાકિસ્તાનના કિસ્સામાં પણ વિદેશમાં માંગ સારી હતી પરંતુ કોરોના મહામારી બાદ ત્યાંની આર્થિક સ્થિતિ કથળતાં રેમિટન્સ ઘટ્યું છે. ચુકવણીમાં સંતુલન અને આર્થિક મુશ્કેલીઓના કારણે નબળી આર્થિક સ્થિતિને કારણે તે 2023માં 12 ટકા ઘટીને 27 બિલિયન ડોલર થઈ હતી. જ્યારે 2022માં તેને 30 બિલિયન ડોલર મળ્યા હતા. વર્લ્ડ બેન્કના જણાવ્યા અનુસાર, ભારતમાં સ્થળાંતર કરનારાઓ દ્વારા મોકલવામાં આવેલા રેમિટન્સના સ્ત્રોતની દ્રષ્ટિએ યુનાઇટેડ આરબ અમીરાત યુએસ પછી બીજા ક્રમે છે.
વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર, બહારથી પ્રવાસીઓ દ્વારા ભારતમાં મોકલવામાં આવતા નાણાંના સ્ત્રોતના મામલે અમેરિકા સૌથી આગળ છે. આ પછી સંયુક્ત આરબ અમીરાત બીજા સ્થાને રહ્યું. તેનો હિસ્સો 18 ટકા રહ્યો છે. વિદેશમાંથી રેમિટન્સમાં વધારો થવાનું મુખ્ય કારણ યુએસમાં ફુગાવામાં ઘટાડો અને મજબૂત શ્રમ બજારોમાં ઊંચી કમાણી છે. ભારતમાંથી કુશળ ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકા સૌથી મોટું સ્થળ છે. આ ઉપરાંત ગલ્ફ દેશોમાં કુશળ અને અર્ધ-કુશળ કામદારોની માંગની પણ રેમિટન્સ પર સકારાત્મક અસર પડી હતી.