ચીફ કમિશનર ઇન્કમટેકસ વિનોદકુમારે ‘અબતક વિશેષ’માં કરદાતાઓને મુંઝવતા પ્રશ્ર્નોનું નિરાકરણ સુચવ્યું

ડિજિટલ પેમેન્ટ લોકો માટે હિતાવહ હોવાનું સુચન

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટને લઇ કરદાતાઓમાં ઘણી મુંઝવણ પ્રસ્થાપિત થયેલી હોઇ છે. અને એક સુક્ષ્મ ડર પણ રહેલો હોઇ છે, પરંતુ ખરા  અર્થમાં શું ડર સાચો છે ? શું આયકર વિભાગ અને ટેકસને લઇ કરદાતાઓ સજાગ અને જાગૃત છે ? આ તમામ પ્રકારનાં સવાલોને લઇ અબતક મીડીયા દ્વારા ઇન્કમટેકસ ડિપાર્ટમેેન્ટ રાજકોટના ચીફ કમીશન વિનોદકુમાર પાંડે સાથે રૂબરૂ ચર્ચા કરવામાં આવી અને અનેક વિદ્ય પ્રશ્ર્નો પણ પૂછવામાં આવ્યાં.

સૌરાષ્ટ્ર અને અન્ય પ્રાંતના કરદાતાઓમાં શું તફાવત છે ?

ઇન્કમટેકસ એકટ આખા ભારત માટે એક છે. કોઇપણ બે એસ.એસ.ઇ. વચ્ચે તફાવત હોઇ શકે છે, પરંતુ એકરમાં કોઇપણ ફેર નથી. સાંસ્કૃતિક રીતે સૌરાષ્ટ્રનાં કરદાતાઓનો સ્વભાવ અને વૃત્તિ અન્ય પ્રાંતનાં કરદાતાઓથી અલગ હોઇ શકે છે, કારણ કે સૌરાષ્ટ્ર પૂર્ણ રુપથી ખેતી પ્રધાન માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જે ટેકસનાં દર હોઇ તે જ અન્ય રાજયોમાં પણ રહે છે. અને ટેકસમાં જે રાહત મળતી હોઇ છે, તે પણ અન્ય રાજયોને જે મળે છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રને પણ એ જ લાભ મળી છે. સૌરાષ્ટ્રમાં આર્થીક પ્રવૃત્તિઓ તફાવત અન્ય રાજયોની સરખામણીમાં હોઇ શકે છે.

કોઇપણ કામ માટે જયારે કરદાતાને ઇન્કમટેકસ ઓફીસ બોલાવવામાં આવતા હોઇ છે, ત્યારે તેઓમાં ભયની લાગણી પ્રસ્થાપિત થઇ હોઇ  છે આ વિશે આપ શું કેશો ?

કરદાતાઓમાં ભયનો સંચય સહેજ પણ ન થવો જોઇએ, કારણ કે કરદાતા જ દેશમાં વિકાસની ઘરોહ છે. એમનાં રૂપિયાથી જ દેશનો વિકાસ અને દેશની ઉન્નતી થતી હોઇ છે. જેથી તેઓએ ડરવાની સહેજ પણ જરૂર નથી.

કરદાતાઓને ગૌરવની અનુભૂતિ થવી જોઇએ, પરંતુ તેમના મગજમાં એવું છે કે જો તે આયકર ઓફીસ આવશે, તો તેમને પેનલ્ટી લગાડવામાં આવશે. અને આ ઘણાં સમયથી આ પ્રકારની સમસ્યા ઉદભવેલી રહી છે. જેને લઇ ઇન્કમટેકસ તંત્ર આઉટ રીચ પ્રોગ્રામ કરી રહી છે. સૌરાષ્ટ્ર સહિત ભારતભરમાં આ પ્રકારનાં કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. અને કરદાતાઓને કહેવામાં પણ આવે છે કે જો તેમને કોઇ સમસ્યા હોઇ તો તે જણાવે જેથી તેમની સમસ્યાનો નિકાલ થઇ શકે, અન્ય વિદ્ય સંસ્થાઓમાં જઇ ટેકસ વિશે જાગૃતા ફેલાવવામાં આવે છે. આયકર સેવા કેન્દ્રમાં પણ તેઓ આવી શકે છે જયાં તેમના પ્રશ્ર્નો હલ થઇ શકે છે. જેથી ઓનેસ્ટ ટેકસ પેયરએ ડરવાની સહેજ પણ જરુરી નથી.

ટેકસ ક્ધસલ્ટન્ટનો ટેકસ પેયર અને ઇન્કમટેકસ વચ્ચેનો શું રોલ હોઇ છે ?

આ વાત સાચી છે. કારણ કે ટેકસનો જે કાયદો છે તે ખુબ જ જટીલ છે. જેથી કરદાતાને ઘણી વાર સમજમાં નથી આવતું, કે ખરા અર્થમાં શું કરવું જોઇએ. કરદાતા પણ ઇચ્છે છે કે તેઓ નિયમી પણ ટેકસ ભરે ત્યારે ટેકસ ક્ધસલ્ટન્ટનો રોલ ખુબજ મહત્વનો બની જાય છે. તે ખુટતી કડી જે છે તેનો તે સહારો બને છે.

અને કરદાતાને કયા અવરોધ આવે છે તેને હલ કરવામાં તે આયકર વિભાગનો પૂર્ણ રુપથી સાથ ઘ્યે છે. અને કરદાતાને જે માહીતી ટેકનીકલ વેમાં ઇન્કમટેકસમાં આપવાની હોઇ છે, તેમાં પણ ટેકસ ક્ધસલ્ટન્ટનાં આંખ અને કાન બની જાય છે. ડિપાર્ટમેન્ટને પણ  અધિકૃત પાવર પણ આપવામાં આવ્યો છે. જેમ કે તે કોઇ ઓડીટ કરી તે આપે છે. તો ડિપાર્ટમેન્ટને પણ કોઇ તકલીફનો સામનો કરવો નથી પડતો. એટલે કરદાતા ડરી નહિ, ડિપાર્ટમેન્ટ પાસે પણ આવે અથવા ટેકસ ક્ધસલ્ટન્ટ પાસે જાય, કરદાતામાં મન પર એ પણ પ્રશ્ર્ન હોઇ છે કે જે ટેકસ  ક્ધસલ્ટન્ટ ઓછો ટેકસ ભરવાનું સુચવે તે સારો પણ ખરા અર્થમાં એ નથી હોતું.

કરદાતાઓનાં મગજમાં એક એવી પણ વાત હોઇ છે કે તેઓની બેલેન્સ સીટ ઝીરો હોવી જોઇએ તો શું તે ટેકસ ચોરી કરે છે. કે ટેકસ બચાવે છે આ માનસીકતા શું કામે ?

ઘણાં એવા લોકો છે કે જે રિટર્ન ફાઇલ નથી કરતા હોતા, તો તમનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જેને લઇ જાગૃતા કેળવાઇ તે માટે જાગૃતા કાર્યક્રમનું પણ વિવિધ સ્થળે આયોજન કરવામાં આવી રહ્યું. અને કરદાતાને જે ટેકસ ભરવાનો થતો હોઇ છે તે ભરે તો વધુ સારું છે કારણ કે તેઓનો ટેકસનો રૂપિયા દેશનાં વિકાસ માટે ઉપયોગી છે. રોકેટસ, ડેમસ જેવા અનેક કાર્ય જે સફળતા પૂર્વક થાય છે. તે કરદાતાઓના માઘ્યમથી સફળ બને છે. કરદાતાઓ સમજવું જોઇએ કે વિકાસને રુંધવોં તો જોઇએ અને આ જે માનસીકતા છે તે ધીરે ધીરે દૂર થશે જે તે લઇ શૈક્ષણિક અને કરદાતાઓને શિક્ષિત કરવામાં આવે છે.

ઇન્કમ અને વર્ય વચ્ચે શું તફાવત છે જેનાથી કરદાતા પુર્ણ પથી અજાણ છે, શું કહેશો ?

આ પ્રશ્ર્નના ઉત્તરમાં હું એમ કહીશ કે શિક્ષા ખુબજ મહત્વની છે. ઇન્કમટેકસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઇન્કમ કોને કહેવાઇ અને વેલ્થ કોને કહેવાઇ, પરિવાર અને પુરવજો દ્વારા જે વરમું કરદાતાને મળી હોઇ તેને વર્થ કહેવામાં આવે છે. કોઇ પણ શેર કરદાતા પાસે હોઇ અને જો તેનો ભાવ પણ વધે છે તો તે પણ વર્થ છે, એટલે ઇન્કમ અને વર્થ વચ્ચે સમજનો તફાવત છે. ઇન્કમ ટેકસમાં માત્ર ઇન્કમ ઉપર જ ટેકસ લેવામાં આવે છે, જેમાં એક રૂઅલ ઇન્કમનો પણ સમાવેશ કરવામાં આવે છે. પહેલા વેલ્થ ટેકસ વસુલવામાં આવતો હતો, પરંતુ ૨૦૧૬માં તે નાબુદ કરી દેવાયો છે. જેથી માત્ર ઇન્કમ ઉપર જ ટેકસ વસુલવામાં આવે છે. પછી કરદાતા પાસે આલીશાન બંગલો શું કામ ન હોઇ, તો પણ તેમને તેમની આવક ઉપર જ ટેકસ દેવાનો હોઇ છે નહિ કે તેમની વર્થ ઉપરનો

સૌરાષ્ટ્રમાં ટેકસ પેયરોની સંખ્યા ખુબ જ વધુ છે, શું હશે આપતા સંદેશ ?

ભૌગોલિક રીતે સૌરાષ્ટ્ર ખુબ જ મોટો પ્રદેશ છે. અને ખેતી આધારીત પ્રદેશ છે. જેથી ઘણાં લોકો ઇન્કમટેકસનાં દાયરામાંથી નીકળી જતા હોઇ છે. કારણ કે ખેતી ઉપર ઇન્કમટેકસ નથી, પરંતુ એગ્રોબેઝ જે ઉદ્યોગો છે, તેના પ્રમાણમાં કરદાતાઓની સંખ્યા વધુ હોવી જોઇએ. તેના પ્રમાણમાં કરદાતાઓની સંખ્યા વધુ હોવી જોઇએ. પાછલા વર્ષમાં એટલે ૨૦૧૬-૧૭ માં ૧૧.૩૦ થી ૧૧.૪૫ લાખ જેટલા કરદાતા હતા, ત્યારે આ વર્ષે નવા ટેકસ દાતાઓ ૧ લાખ ૯૦ હજારનો ટાર્ગેટ મળ્યો છે. જેમાં અત્યાર સુધીમાં ૧ લાખ ર૦ હજાર જેટલા ટેકસ પેપરને ઉમેરી દીધા છે. લોકોને માત્ર જાગૃત થવાની જરુ છે. ભવિષ્યના કરદાતાઓને પણ ખ્યાલ હોવો જોઇએ કે દેશનાં વિકાસ માટે તેમની જરુરીયાત ખુબ જ વધુ છે.

દર વર્ષે ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટને ટાર્ગેટ આપવામાં આવતો હોઇ છે, તો તે સમય કેવી પરિસ્થિતિને આધીન ટાર્ગેટ અપાતો હોઇ છે ?

ટાર્ગેટ ઘણા એન્ગલને લઇ નકકી કરવામાં આવે છે. જી.આઇ.ડી.પી. ને જોઇ પણ લેવાઇ છે. તથા આર્થિક પરિસ્થિતિને પણ જોવામાં પણ આવે છે. માની લઇએ કે કોઇ પ્રદેશમાં વ્યકિતની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે તે પ્રદેશમાં ટેકસમાં રીલીફ આપવામાં આવતી હોઇ છે, રેટ ઘટાડી દેવામાં આવે છે. ટાર્ગેટ તમામ રીઝનના ફિડબેક લઇ પ્રોજેકટ કયા મુકવામાં આવશે, તેને જોઇએ ટાર્ગેટ નકકી કરવામાં આવતો હોઇ છે. ધરેલું રોકાણ ને પણ જોવામાં આવે છે. એટલે કહી શકાઇ કે રેન્ડમ કેલ્યુલેશનથી નહીં પણ સિસ્ટમેટીક કેલકયુલેશનથી ટાર્ગેટ નકકી કરાતો હોઇ છે. હાં કયાંક પ્લસ, માઇનસ થતું હોઇ છે. કાંઇક ટાર્ગેટ કરતા પણ વધુ આવક થઇ જતી હોઇ છે તો કોઇક વાર ઘટતી પણ હોઇ છે. સૌરાષ્ટ્રમાં જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તેમાં પાછલા વર્ષે કરતા ૮૧ ટકા વધુ આવક ડિપાર્ટમેન્ટને મળી છે. અને એવું પણ નથી કે આખા ગુજરાતમાં અથવા આખા ભારતમાં ૮૧ ટકા હોઇ, કોઇક વાર ઉલ્ટુ પણ થઇ શકે માની લઇએ કે ભારતમાં ૪૦ ટકાનો ગ્રોથ હોઇ તો સૌરાષ્ટ્રમાં માત્ર ૧૫ ટકા જ હોઇ શકે અને તે ભૌગોલિક રીતે તફાવત પડતો હોઇ છે.

સર્ચ ઓપરેશન હોઇ કે રેઇડ જયારે થતી હોઇ ત્યારે અધિકારીઓનો સ્વભાવ કેવો હોવો જોઇએ?

રેઇડને ટેકનીકલ ભાષામાં સર્ચ અને સીઝર કહેવામાં આવે છે., અને એક સર્વે હોઇ છે. જેમાં અધિકારીઓ કરદાતાની ઓફિસે જ જઇ શકે છે. ત્યારે રેઇડમાં અધિકારીઓ કોઇપણ જગ્યાએ જઇ શકે છે. બન્ને વસ્તુઓ માટે ગાઇડ લાઇન અને મેન્યુઅલ બનાવવામાં આવેલા છે. તેમાં અધિકારીઓએ શું કરવું જોઇએ અને તેઓ તમામ માહીતી કરદાતાઓને આપવામાં આવે છે. તેઓને પણ ઓફીર કરવામાં આવે છે. કે તેઓ પણ અધિકારીઓની ચકાસણી કરવામાં આવે, જે પંચનામામાં પણ ઉલ્લેખ કરવામાં આવતો હોઇ છે ત્યારે કરદાતાઓમાં ઘણા પ્રશ્ર્નો ઉદભવીત થતો હોઇ છે જયારે નિવેદન લેવામાં આવે છે. કરદાતાઓને જે ભાષા સમજાવવામાં આવે તે જ ભાષામાં તેમની સાથે વાર્તાલાપ કરવામાં આવે છે, એટલે જે સિસ્ટમનું નિર્માણ કરવામાં આવ્યું છે તે સુચારુરુપથી ચાલે છે. રેઇડમાં પોલીસ અને એક નોન-બાઇઝેડ વ્યકિત રહે છે, અને રેઇડમાં અસંતોષ લાગે તો અપીલમાં પણ કરદાતા જઇ શકે છે. કરદાતાએ નો શું હકક છે. તે વિશે માહીતી પણ આપવામાં આવે છે, પરંતુ રેઇડ શબ્દથી સાઇકોલોજીક ઇફેટ લોકોનાં માનસ ઉપર રહે છે. થોડા અંશે

સૌરાષ્ટ્ર પૂર્ણ પથી કેસ ઇકોનોમીમાં માને છે, તો શું  ડીઝીટલ અને બેન્ક બન્ને જવાબદાર છે ?

મા‚ માનવું એવું છે કે, જો ડિઝીટલ અને બેન્કીંગ સિસ્ટમ હોઇ તો ટ્રાન્યરસી કરદાતાઓ અને ડિપાર્ટમેન્ટ વચ્ચે રહે છે. સૌરાષ્ટ્રમાં કેશ ઇકોમોનીનું ચલણ છે. અને જેને લઇ લોકો રોકડ વ્યવહારમાં માને છે. આપણે આપણી માનસિકતા બદલવી જોશે. અને જે કલીન મની અભિયાન શરુ છે તેમાં સહભાગી પણ થવું જોઇએ. જે તે અમે સ્વચ્છ ધન અભિયાન કહીયે છીએ અને સાથે પારદર્શકતા વધે છે, એટલે જે ટેકસ ભરવા પાત્ર છે તે ટેકસ ભરી શકે અને રેકોર્ડ પણ રહે, અને તે ત્યારે જ શકાય છે જયારે તમામ પેમેન્ટ ડિઝીટલ અથવા બેન્કનાં માઘ્યમથી કરવામાં આવે છે.

પહેલાનાં સમયમાં ટેકસ સ્લેબ ખુબ જ વધુ હતો, અત્યારની તુલનામાં , આપને શું લાગે છે આવતા સમયમાં ટેકસ સ્લેબમાં ઘટાડો થશે ? અને કરદાતાએ વધશે કે નહીં ?

૧૯૭૩ માં ટેકસ રેટ ૮૫ ટકા હતો. અને એમાં પણ ૧૫ ટકા સરચાર્જ હતો, એટલે ૯૭.૭૫  ટકા ટેકસ એ સમયે હતો, માની લઇ કે કોઇ વ્યકિતની આવક ૧૦૦ રૂપિયા છે. તો તેને ૯૭ રૂપિયા ટેકસ સ્વરુપે ચુકવવા પડતા હતા અને આજે જે હાઇસ્ટ રેટ છે તે ૩૦ ટકા છે. અને એવરેજ રેટ ર૪ ટકા છે. જો કોર્પોરેટ અને થોડો એકઝમશન કાઢીએ તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની તુલનામાં ૩૦ટકા ખુબ જ નોમીલ છે. કારણ કે અન્ય દેશોમાં ટેકસ રેટ ખુબ જ વધારે છે. ત્યારે ફરીથી જે પ્રશ્ર્ન ઉદભવીત થતાં હોઇ છે તે એ છે કે લોકોએ હવે તેમની જટીલ માનસિકતાથી બહાર નીકળવું પડશે. લોકો આવવા પણ માંડયા છે. ટેકસ ભરવા પણ જેટલા લોકો વધુ આવશે તેટલો દેશને ફાયદો થશે. અને ટેકસ રેટમાં ઘટાડો પણ કદાચ થઇ શકે.

ગત વર્ષે કરદાતાઓમાં વધારો જોવા મળ્યો છે, તો શું નોટબંધી મુખ્ય કારણ છે ?

નોટબંધી અનેક કારણો માનું એક કારણ છે જેનાથી કરદાતાઓમાં વધારો જોવા મળ્યો છે. લોકોએ ઘણી જગ્યાએ ૨.૫ લાખ, ૨.૫ લાખ જમા કરાવ્યા, અને જયારે સર્વે કરવામાં આવ્યો, તો ઘણાં લોકોએ રિટર્ન ફાઇલ પણ કર્યા. કયાંક સર્વે પણ કરવામાં આવ્યા અને પૂછવામાં પણ આવ્યું કે આપની આવક જ નથી તો આ ‚પિયા કેવી રીતે જમા કેમ થયા. જેનાથી નવા કરદાતા પણ આવ્યા, તથા જી.એસ.ટી. પણ એક કારણ છે જેનાથી કરદાતાઓમાં વધારો થયો છે. જેથી જે ઉઘોગકારો પોતાનું ટર્નઓવર નહોતા દેખાડતા અથવા સપ્રેઝ કરતાં તો તેઓ પણ નવા કરદાતા તરીકે જોડાણા હવે તેમનનું થતું ટર્નઓવર પણ રેકોર્ડ ઉપર આવવા માંડયું છે. જે એક સારી વાત કહી શકાય. અને હવે તેમના માટે આવકને છુપાવવું ખુબજ મુશ્કેલ બની ગયું છે. અને આ બે મુખ્ય કારણ છે કરદાતાઓના વધારામાં તથા કોઇ નવો ઉઘોગ સ્થાપે છે. તો પણ કરદાતાઓમાં વધારો જોવા મળતો હોઇ છે. જેથી ૧૦ થી ૧પ ટકાનો વધારો ખુબ જ જોવા મળે છે.

લોકોને જે ટેકસ નથી ભરતા, તો તેમાં ટેકનોલોજી કેવી રીતે મદદરુપ થાય છે ?

ટેકનોલોજી ખુબ જ ઉપયોગી છે. માની લ્યો કે કોઇ પણ વ્યકિતએ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કર્યો અથવા ફોરેન ટ્રિપ કરી, અથવા ગાડી પણ ખરીદી અને આપે રિટર્ન ફાઇનલ નથી કર્યુ. તો ટેકનોલોજીથી તમામ ડેટા મળતો હોઇ છે. અને અમને માહીતી પણ મળે છે. ડિપાર્ટમેન્ટ પાસે કોમ્યુટર આસીસ્ટડ સુરીની સીલેકશન  જેનાથી સુરી પણ કરવામાં આવે છે. અને કેસ સિલેકટ થઇ શકે છે. હવે આધારના લિંકઅપથી પારદર્શકતા વધી છે. અને ટેકનોલોજીનાં ઉપયોગથી સાચા કેસો પકડવામાં આવે છે.

એડવાન્સ ટેકસ ભરવા બાદ રિફન્ડને લઇ ઘણી સમાસ્યાઓ કરદાતા ભોગવે છે. શું કારણ છે ?

પહેલામાં સમય રીફન્ડની પ્રક્રિયા અને કરદાતાઓને રિફન્ડ ખુબજ મોડું મળતું ત્યારે આજનાં સમયમાં નોર્મલ કેસમાં ૪ થી પ  મહિનાની અંદર કરદાતાઓને રિફન્ડ મળી જતું હોઇ છે. ટેકનોલોજીમાં માઘ્યમથી બેગ્લોરમાં સી.પી.સી. હોવાથી તમામ રીટર્ન ને લઇ ઓનલાઇન કાર્યવાહી કરવામાં આવતી હોઇ છે. અને જે કેસ માં લેવામાં આવ્યો હોઇ તો રીફન્ડને પોસ્ટપોન કરવામાં આવે છે. કેસનાં નિરાકરણ બાદ નકકી થતું હોઇ છે કે રીફન્ડ કેટલું મળવા પાત્ર છે. જેટલું હોઇ તેટલું તેઓને ઓનલાઇન બેંકમાં જમા કરાવી દેવામાં આવતું હોઇ છે. એટલે કહી શકાઇ કે ૧૦૦ ટકા લોકોમાંથી માત્ર ૦.૫ ટકા લોકોને રીફન્ડ નિયત સમય કરતા થોડું મોડુ મળતું હોઇ છે. સિસ્ટમમાં જો કદાચ કયાંક ફોલ્ટ આવે તો રીફન્ડ મોડું આપવામાં આવે છે. તે સ્વાભાવિક છે. લોકોને ડર ન હોવો જોઇએ કે જો તેઓ એડવાન્સ ટેકસ ભરે છે તો તેમને રીફન્ડ કયાં મળશે માત્ર કરદાતાઓ તેમનું કલેકયુલેશન સુધારવાની જ‚રીયાત છે.

સી.બી.ડી.ટી. દ્વારા ઇ-એસેસમેન્ટ ને લઇ નિર્ણય કર્યો છે તો ઇ-એસેસમેન્ટ શું છે ?

ઇ-એસેસમેન્ટ નો નિર્ણય જે લેવામાં આવ્યો છે, તેનું મુખ્ય કારણ એ છે કે આયકર વિભાગ ઉપર ઘણી વખત બ્લેમ કરવામાં આવતો કે કરદાતાઓને અનેક વાર ઓફીસે બોલાવવામાં આવે છે. હેરેરી કરવામાં આવે છે. અને ડિપાર્ટમેન્ટ અને કરદાતાઓ વચ્ચે કોમ્યુનીકેશન ગેપ પણ વધી ગયો હતો, જેને લઇ ઇ-એસેએસમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કરદાતા ઓનલાઇન જ ટેકસ ભરી શકશે. જેથી તેઓ ડિપાર્ટમેન્ટ આવવું ન પડે અને આયકર અને કરદાતા વચ્ચે સંબંધો પણ જાળવાઇ રહે હાલમાં આ કાયદો થોડી જ જગ્યા ઉપર અમલમાં

મુકાયો છે. માની લઇએ રાજકોટનાં કોઇક કરદાતા છે, તેમનું અસેસમેન્ટ કલકતાનાં કોઇ અધિકારી દ્વારા કરવામાં આવે જે પૂર્ણ રુપથી અજાણ છે. જેથી ખરા અર્થમાં પારદર્શકતામાં વધારો થશે. માત્ર ૧ થી ર વર્ષમાં આ નિર્ણય લેવામાં આવશે અને હાલ આ નિર્ણયને લઇ કમીટીની રચના પણ કરી દેવામાં આવી છે. અને પ્લાન આઉટ કરી ગાઇડ લાઇન નકકી કરી અમલમાં મુકાશે, જેની જોગવાઇ બજેટમાં પણ કરી દેવામાં આવી છે. આથી ફાયદોએ થશે કે કરદાતાને તકલીફ અને હરેશમેન્ટ નહી થાય, આ નિર્ણયથી કાર્ય પઘ્ધતિમાં પણ ગતિ આવશે એટલે ફરીથી એજ કહેવામાં માંગું છું કે લોકો પોતાની માનસિકતા બદલવાની જરુર છે. વિશ્ર્વમાં ઘણી જગ્યાએ મહદ અંશે આ પ્રકારની કાર્યવાહી પ્રર્વતીત છે. ભારતમાં પણ જૂજ જગ્યાએ આ કાર્ય પઘ્ધતિ કામ કરી રહી છે. હું અપીલ એ જ કરું છું, કે કરદાતાઓ આ સેવાનો મહત્તમ લાભ લ્યે.

સાહેબ કિલન ઇન્ડીયા અને ડેવલોપ ઇન્ડિયા માટે આપનો શું સંદેશ છે ?

શું એ જ કહેવા માંગુ છું કે કરદાતા સાચા સમયે ઇન્કમટેકસ ભરે રિટર્ન ફાઇલ સાચા સમયે અને સાચી આવક પણ દેખાડે અને રોડક વ્યવહાર થી દુર રહે અને ડીજીટલ ને અપનાવે જેથી સ્વચ્છ ધન રહેશે. અને જેમ કરદાતાઓ ટેકસ ભરશે, તો બની શકે ટેકસ સ્લેબમાં ઘટાડો પણ જોવા મળે અંતમા એ જ કહેવા માંગું છું કે, કરદાતા યોગ્ય સમયે ટેકસ ભરતા થાય, જેથી તેઓ ભારતનાં વિકાસમાં પોતાનો સિંહ ફાળો આપી શકે અને દેશને સર્વોચ્ચ શિખર ઉપર લઇ જઇ શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.