ગાંધીગ્રામની અમથીબા વિદ્યાલયમાં ધો. ૯ માં ૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
રૈયાધાર વિસ્તરમાં આવેલ ડો. ઝાકીર હુસૈન પ્રાથમિક શાળા નં. ૯૧ માં કુલ ૧૦૮ બાળકોનું નામાંકન – શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરાયો
અત્રે ગાંધીગ્રામની અમથીબા વિદ્યાલયમાં ધો. ૯ માં ૧૦૦ વિદ્યાર્થીઓ અને રૈયાધાર વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડો. ઝાકીર હુસૈન પ્રાથમિક શાળા નં. ૯૧ માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કુલ ૧૦૮ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું.
જેમાં ધો. ૧ માં ૮૪ અને આંગણવાડી કેન્દ્રમાં ૨૪ બાળકોને પ્રવેશ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આજના બાળકો એ આવતીકાલના દેશ, રાજ્ય અને સમાજનું ભવિષ્ય છે.
આ બાળકોના વ્યક્તિત્વ વિકાસમાં શિક્ષકોએ સિંહ ફાળો આપવો આપવો પડશે. આ બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને ઓળખીને ખીલવવાનું કાર્ય શિક્ષકોએ કરવું પડશે. શિક્ષકો પછી બાળકોની જવાબદારી વાલીઓ એ લેવાની છે.
તેમણે ઉમેર્યુ કે બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે આપણે સૌએ સહિયારો પુરુષાર્થ કરીએ.
પુ. અમથીબા વિદ્યાલયમાં ધો. ૯ માં ૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. મહેમાનોને હસ્તે વિદ્યાર્થીઓને ધો. ૯ના પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજયસરકારશ્રી ની યોજના અન્વયે ૬ વિદ્યાથીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ કરાઈ હતી.શાળાના આચાર્ય શ્રી અજીતભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.