મલ્ટીસ્પેશિયાલીસ્ટ હોસ્પિટલમાં અપાશે રાહત દરે સારવાર
લાયન્સ કલબ સીલ્વર દ્વારા સેવાકીય પ્રવૃતિના ભાગરુપે રાજકોટના કોઠારીયા રોડ, વિવેકાનંદ નગરમાં રાહતદરે મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલનું આયોજન કરી કાયમી દરીદ્ર નારાયણની સેવા કરવાનું આયોજન કરવાં આવ્યું છે.
હોસ્પિટલના એમ.ડી. ડો. કૃણાલ પટેલ, ડો. હેમાંગ ઠકકર, ડો. જનક મહેતા (આંખ), ડો. રધુવીર (ફિજીયોથેરાપીસ્ટ) ડો. જોય સનારીયા (એમ.ડી.), ડો. કિંજલ સનારીયા (બાળકોના) ડો. ધર્મેશભાઇ (બાળકો) આ ડોકટરો પોતાની સેવા આપશે. તેમજ દર શનિવારે ફુલ ટાઇમ તમામ ઓપીડી સેવા નિ:શુલક આપવામાં આવશે. ત્યારબાદના દિવસોમાં માત્ર ટોકન દરે સેવા આપવામાં આવશે.લાયન્સ કલબ રાજકોટ સીલ્વર અનેક વિધ સેવાકીય પ્રોજેકટ કરે છે. જેમાં ઠંડીમાં ધાબળા વિતરણ પ્રાથમીક શાળાઓમાં પૌષ્ટીક નાસ્તાનું વિતરણ જેવી જરુર મુજબ સહાય આપવામાં આવે છે.
હોસ્૫િટલનું ઉદધાટન લાયન્સ કલબ ઇન્ટરનેશનલના ઇન્ટરનેશનલ ડાયરેકટર અરુણા ઓશવાલના વરદ હસ્તે તા.૭ને રવિવારના રોજ બપોરે ૩ વાગ્યે કરવામાં આવશે. કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ ગર્વનર હિતેષ ગણાત્રા, મલ્ટીયલ કાઉન્સીલ ચેરમેન કમલેશ શાહ લાયન્સ કલબ રાજકોટના પ્રમુખ મહેશ નગદીયા, જોઇન્ટ સેક્રેટરી અંકિત, અનવર ઠેબા, મનમોહનસિંહ વદાલીયા કલમ પ્રમુખ વિવેક તન્ના સેક્રેટરી પ્રેક્ષા ગણાત્રા ઉ૫સ્થિત રહેશે.