કેમ્પનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓએ નામ નોંધાવવું અનિવાર્ય: અનુભવી ડો. રાજદિપસિંહ ચૌહાણ દ્વારા ઓપરેશન કરી અપાશે
લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડ દ્વારા રાજકોટમાં સાંધા બદલવા માટેના જોઇન્ટ રિપ્લેસમેન્ટના નિ:શુલ્ક ઓપરેશન કેમ્પાનું આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડ અને મોરબી જનરલ હોસ્પિટલ આયુષ હોસ્૫િટલ મોરબીના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ લાભ લઇ શકશે. રાજકોટના લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડ અને મોરબી જનરલ હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ મોરબીના સંયુકત ઉપક્રમે ગોઠણ તથા થાપાના સાંધા બદલવાના એટલે કે જોઇન્ટ રિપ્લેસમેનટના નિ:શુલ્ક ઓપરેશન કેમ્પનું રવિવાર તા.૧પ માર્ચના રોજ સવારે ૯.૩૦ વાગ્યાથી આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ કલબ ઇન્ટરનેશનલ એ વિશ્ર્વના ર૧ર દેશોમાં વ્યાપ ધરાવતી લગભગ ૪૮૫૦૦ કલબ અને ૧૪.૫ લાખ સભ્યો ધરાવતી વિશ્ર્વની સૌથી મોટી એનજીઓ છે. રાજકોટ મઘ્ય લાયન્સ કલબ રાજકોટ પ્રાઇટ દ્વારા શહેરમાં અનેકવિધ સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિઓ થતી રહી છે. ત્યારે આગામી તા.૧પમી માર્ચ રવિવારના રોજ નિ:શુલ્ક ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની સાર્વજનીક જનરલ હોસ્પિટલના સહયોગથી લાયન્સ કલબ દ્વારા ફિલ્મ માર્શલ બ્લડ બેંક વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ ખાતે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ૧૦૦૦ થી વધારે હાડકાના જટીલ ઓપરેશન અને ૪૦૦ થી વધારે ગોઠણ અને થાપાના સાંધા બદલવાના ઓપરેશનનો અનુભવ ધરાવતા સર્જન ડો. રાજદિપસિંહ ચૌહાણ દ્વારા દર્દીઓના ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા દર્દીએ પોતાનું નામ ફોન નં. ૯૨૨૮૧૦૮૧૦૮ લખાવવાનું રહેશે અને વધુ માહીતી માટે ઉપરોકત નંબર પર સંપર્ક કરવાનો રહેશે. આ કેમ્પની સફળતા માટે લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ગવર્નર દિવ્યેશભાઇ સાકરીયાએ સહયોગ આપેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડના પ્રમુખ ઉમેશ ભલાણી, સેક્રેટરી નીરજ અઢીયા, ખજાનચી દેવેન્દ્ર રુપારેલીયા, પ્રોજેકટ ચેરમેન ચેતન વ્યાસ અને વિનોદ ઠકકર, સંજય કલકાણી, ડેનીશ સિણોજીયા, પ્રતિક અઢીયા, કિશોર વઘાસીયા, અચ્યુત પટેલ, કિશન ભલાણી, કૃણાલ રાબડીયા, રમેશભાઇ રામાણી, અતુલ મારુ વિગેરે પ્રયત્નશીલ છે. કેમ્પની વિગતવાર માહીતી આપવા હોદેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.