સૌરાષ્ટ્ર-કચ્છના લાયન્સ, લીયોના ૧૦૮૦ ડેલીગેટ ભાગ લેશે
લાયન્સ કલબ ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્ર-કચ્છ ૩૨૩૨ દ્વારા આવતીકાલે વાર્ષિક કોન્ફરન્સ યોજાશે. પ્રથમ વખત આ કોન્ફરન્સ તથા ચૂંટણી ડિજીટલ માધ્યમથી યોજાશે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ) ૩૨૩૨ દ્વારા દર વર્ષે વાર્ષિક અધિવેશન અને ચૂંટણી કરવામાં આવે છે. દર વર્ષે યોજાતી આ વાર્ષિક કોન્ફરંસમાં સૌરાષ્ટ્ર કચ્છની લગભગ ૮૦ લાયન્સ લાયોનેસ અને લીઓ ક્લબના લગભગ ૧૦૦૦ ડેલિગેટસ ભાગ લે છે અને સાથો સાથ ગવર્નરની વાઇસ ગવર્નરની ચૂંટણી પણ યોજાય છે.
વર્ષ ૨૦૨૦-૨૧ ના લાયન્સ ગવર્નર દિવ્યેશભાઈ સાકરીયા દ્વારા અપીલ કરવામાં આવી કે હાલ જયારે સમગ્ર વિશ્વ કોરોના ની મહામારી સામે લડી રહ્યું છે અને આવનારા સમય મા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ નું પૂરું પાલન લોકો એ કરવું જોઈએ. સામાજિક મેળાવડા ટાળવા જોઈએ અને આવા સમયે વિશ્વની નંબર-૧ ગણાતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિજિટલ કોન્ફરન્સ અને ડિજિટલ ઇલેકશન કરે. ગવર્નર દિવ્યેશભાઈ સાકરીયાની આ અપીલને સમગ્ર લાયન્સ પરીવાર દ્વારા વધાવી લેવામાં આવી હતી.
આગામી તા.૨૬ એપ્રિલને રવિવારે સવારે ૧૦ વાગ્યા થી બપોરે ૨ વાગ્યા સુધી આ ડિજિટલ કોન્ફરન્સ અને ડિજિટલ ઇલેકશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિજિટલ કોન્ફરંસ માટે લાયન્સના આઈટી ચેરમેન હાર્દિક મેહતા અને વિમલ ગોરેચા પોતાની સોફ્ટવેર કંપની ઈરયૂશન ટેકસોલ દ્વારા વેબસાઈટ અને ઇલેકશનનો સોફ્ટવેર તૈયાર કર્યો ક,ે જેમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ મતદાતાઓ પોતાના ઘરેથી મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા પોતાનો મત આપી શકશે. આ કોન્ફરન્સના ક્ધવીનર તરીકે પૂર્વ ગવર્નર ભુપતસિંહ જાડેજાની નિયુક્તિ, ઇલેકશન કમિટીના ચેરમેન તરીકે રમેશભાઈ ઘેટીયા, નોમિનેશન કમિટીના ચેરમેન તરીકે ડો.પી સી જોશી , કોન્સ્ટિટ્યૂશન અને બાયલોસના ચેરમેન તરીકે સુરેશભાઈ સંઘવી, રેસોલ્યૂશન કમિટીના ચેરમેન તરીકે ધીરજલાલ રાણપરીયાની નિયુક્તિ ગવર્નર દિવ્યેશભાઈ સાકરીયા દ્વારા કરવામાં આવેલ છે. આ ડિજિટલ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે લાયન્સ ઇન્ટરનેશનલના પૂર્વ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર પ્રવીણભાઈ છાજેડ, ગુજરાત રાજ્યના લાયન્સ કાઉન્સિલ ચેરમેન સંજીવભાઈ છાજેડ અને લીઓ ગુજરાત પ્રમુખ લિઓ વિવેકસીંગ પાબલા ઓનલાઇન ઉપસ્થિત રહેશે.
આ ડિજિટલ ઇલેકશનમાં ગવર્નરના પદ માટે ગાંધીધામના ધીરેનભાઈ મેહતા, પ્રથમ વાઇસ ગવર્નર માટે અમરેલીના વસંતભાઈ મોવલિયા અને દ્વિતીય વાઇસ ગવર્નર માટે જામનગરના એસ કે ગર્ગ દ્વારા ઉમેદવારી કરવામા આવેલ છે. કોન્ફરન્સને સફળ બનાવવામાં રાજકોટના પૂર્વ ગવર્નર હિતેશભાઈ ગણાત્રા, પૂર્વ ગવર્નર હિતેશભાઈ કોઠારી, પૂર્વ ગવર્નર રમેશભાઈ પટેલ, કેબિનેટ સેક્રેટરી સંજય કલકાણી અને મહેન્દ્ર પ્રજાપતિ, પીઆરઓ હર્ષાબા જાડેજા અને ડોલરભાઈ કોઠારી, ટ્રેઝરર ચેતન વ્યાસ અને વિનોદ ઠક્કર, ગિરીશ અકબરી,સેક્રેટરી નીરજ અઢિયા, પ્રતીક અઢિયા (ડીએસએન), ઉમેશ ભલાણી,કિશોર વઘાસીયા, દેવેન્દ્ર રૂપારેલિયા , અચ્યુત પટેલ, રમેશભાઈ રામાણી, એડવોકેટ ડેનિશ સિણોજીયા, ડો.પ્રીયુલ શાહ, કિશન ભલાની, અતુલ મારુ, જીતેન્દ્ર લાખાણી વિગેરે જેહમત ઉઠાવી રહ્યા છે.