ઇંસ્ટોલિંગ ઓફિસર તરીકે વિશ્વ લાયન્સના વર્તમાન ઇન્ટરનેશનલ ડાઈરેક્ટર ડો.નવલ મલુ રહ્યા ઉપસ્થિત
વિશ્વના ૨૧૦ દેશમાં ૧૪.૫૦ લાખથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી અને વિશ્વની સૌથી જૂની કે જે ૧૦૨ વર્ષથી કાર્યરત છે તેવી લાયન્સ કલબ ઈન્ટરનેશનલની સૌરાષ્ટ્ર અને દીવ ટેરેટરીથી બનેલી ડિસ્ટ્રીકટ ૩૨૩૨ જેના પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ એટલે કે, ઈન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી.
ડિસ્ટ્રીકટ ઈન્સ્ટોલેશન ટેક ઓફ માટે લાયન્સ વર્ષ ૨૦૧૯-૨૦ના વ્યવસાયે પ્રતિષ્ઠીત સમાજ શ્રેષ્ઠી ડિસ્ટ્રીકટ ગવર્નર તરીકે લાયન્સ દિવ્યેશ સાકરીયાની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે લાયન્સ દિવ્યેશ સાકરીયાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આપણી સેવા નગરી રાજકોટમાં ડિસ્ટ્રીકટ ઈન્ટોલેશન સેરેમની જે યોજાઈ છે તે તેમના માટે ગૌરવની વાત છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, વિશ્વ લાયન્સે આ વર્ષે તેના સેવા પ્રવૃતિના ૧૦૨ વર્ષ પૂર્ણ કરી ૧૦૩માં પ્રવેશ કરે છે. ત્યારે લાયન્સ કલબને ઉચ્ચ શિખર સુધી પહોંચાડવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. લાયન્સ કલબના યુવા વર્ગનર દિવ્યેશ સાકરીયાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકોએ આપેલા વૃક્ષો વાવવા જોઈએ અને પર્યાવરણના બચાવ માટે વૃક્ષોને ઉછેરવા જોઈએ જેના માટે આ મહાપર્વ તરીકે ડિસ્ટ્રીકટની ૫૩ કલબોએ ૨૧ જુલાઈના રોજ હજારો વૃક્ષો વાવી અભિયાન ચલાવ્યું હતું. ઈન્સ્ટોલેશન સેરેમનીમાં નવનિયુકત ગવર્નરને હોદ્દો સોંપવા અને કામગીરી સોંપવા માટે ઈન્સ્ટોલીંગ ઓફિસર તરીકે વિશ્વ લાયન્સના વર્તમાન ઈન્ટરનેશનલ ડાયરેકટર ડો.નવલ માલુ ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે લાયન્સ દિવ્યેશ સાકરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન સમાજના છેવાડાના માનવી સુધી જઈ શૈક્ષણિક, તબીબી, માનતાવાદી પ્રવૃતિ જે તેમના જિલ્લાની ૬૦ લાયન્સ કલબ બાદ લાયનેસ બહેનોની કલબ અને ૧૦ લીયો યુવાનોની કલબ કરે તેવી નેમ લેવામાં આવી છે. આ પ્રસંગોપાત અનેક જિલ્લાઓના ગવર્નરો વિશેષ ઉપસ્તિ રહી લાયન્સ કલબની ઈન્સ્ટોલીંગ સેરેમનીને દિપાંન્વીત કરી હતી.