૨ નર સિંહ નવા વસવાટ કે માદા સિંહણની ખોજમાં રખડતા હોવાની વન વિભાગને શંકા: આજે સવારે ભુપગઢ અને ભાડલાની સીમ વચ્ચે સિંહના ફૂટમાર્ક જોવા મળ્યા: વન વિભાગની ૧૦ સભ્યોની ટીમ સતત સિંહની પાછળ છેલ્લા પાંચ દિવસ દરમિયાન સિંહે સરધાર, કોટડા સાંગાણી, ગોંડલ, શાપર, રાજકોટ સહિતના ગામોમાં લટાર મારી: નવેમ્બર માસમાં ચોટીલા પંકમાં દેખાયેલા બે સિંહો જ હોવાની સંભાવના
છેલ્લા ૭૦ દિવસી ગીરના જંગલમાંથી નીકળી ચોટીલા પંકમાં ધામા નાખનાર બે નર સિંહ ગઈકાલે સવારે રાજકોટની પાદરમાં દેખાયા હતા અને કલાકો સુધી આજી ડેમ ખાતે ધામા નાખ્યા હતા. ડેમનું પાણી પણ પીધુ હતું. આજે સવારે આ બન્ને સિંહોનું લોકેશન ભાડલા અને ભુપગઢ વચ્ચે જોવા મળ્યું હોવાનું મોરબી વન વિભાગના ડીએસઓ સંદિપકુમારે જણાવ્યું હતું.
તેઓએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા પાંચ દિવસી ત્રણ થી સાડા ત્રણ વર્ષની ઉંમરના બે નર સિંહ રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામોમાં જોવા મળ્યા છે. સૌ પ્રથમ સરધારની બાજુમાં સિંહના પગના નિશાન મળી આવ્યા હતા. જ્યાંથી સિંહ રોડ માર્ગે કોટડા સાંગાણી અને ગોંડલ નજીકના ગામોમાં પહોંચ્યા હતા. જ્યાંથી રોડને સાઈડના ટ્રેક પરથી ફરતી શાપર સુધી બે દિવસ પહેલા આવ્યા હોવાની સંભાવના જોવા મળી રહી છે. ગઈકાલે સવારે ૩ થી ૪ વાગ્યાની સુમારે આ બન્ને સિંહો રાજકોટની ભાગોળે આવેલા આજીડેમ સાઈટ પર જોવા મળ્યા હતા અને બન્ને સિંહોએ આજી ડેમનું પાણી પીધુ હતુ અને મોડી રાત્રી સુધી ત્યાં જ રોકાણ કર્યું હતું. ડેમ સાઈટ પર સિંહના ફૂટમાર્કના નિશાન પણ મળી આવ્યા છે. ગઈકાલે મોડી રાત્રે સિંહ ફરી સરધાર તરફ નિકળી ગયા હતા. આજે સવારે સરધારી ઉપર આવેલા જસદણ તાલુકાના ભુપગઢ અને ભાડલાની સીમ વચ્ચે સિંહનું લોકેશન મળી આવ્યું હતું. ગત નવેમ્બર માસમાં ચોટીલા પંથકમાં ગીરમાંથી આવેલા આ બે સિંહો જ રઝળપાટ કરતા હોવાની સંભાવના જણાય રહી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, બન્ને નર સિંહ માદા સિંહણની શોધમાં સતત રખડી રહ્યાં છે અને નવો વસવાટ બનાવવાનો પણ પ્રયાસ કરતા હોવાની પણ સંભાવના છે. જો તેઓને માદા સિંહણ મળી જાય તો આ વિસ્તારમાં તેઓ આસાનીી વસવાટ કરી શકે છે. કારણ કે અહીં મોટાભાગનો વિડી વિસ્તાર આવેલ છે અને ખોરાક પણ મળી રહે છે. સિંહ માટે આ વિસ્તાર તદન નવો છે. આવામાં બન્ને નર સિંહ કુવામાં ન ખાબકે અને તેઓને અન્ય કોઈ પશુઓ કે માનવી ન રંઝાડે તે માટે વનવિભાગની ટીમ, સાસણની ટીમ અને વેટરનરી ડોકટર સતત તેઓની પાછળ-પાછળ ફરી રહી છે. જો કે આ ઘટનાી સાવજો તદન અજાણ છે. જો તેઓને એ વાતનો ખ્યાલ આવે કે કોઈ તેનો પીછો કરી રહ્યાં છે તો તે લોકેશન બદલાવી નાખે છે. છેલ્લા ૭૦ દિવસી ચોટીલા પંકમાં અને છેલ્લા પાંચ દિવસી રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામોમાં ફરી રહેલા સિંહો દ્વારા કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડ્યાના સમાચાર મળ્યા નથી. આવામાં અમે સિંહને પકડવા માટે પાંજરૂ મુકવાની કોઈ ગણતરી નથી. જો સિંહ અહીં વસવાટ કરે તો વન વિભાગ તેના માટે તમામ સુવિધાઓ પણ ઉભી કરશે. હાલ એવું લાગી રહ્યું છે કે આ બન્ને યુવા નર સિંહો માદા સિંહણની શોધમાં છે. જેના કારણે સતત રખડી રહ્યાં છે. આજે સવારે સિંહનું લોકેશન ભાડલા અને ભુપગઢ વચ્ચેની સીમમાં જોવા મળ્યું હતું. બની શકે કે, ફરી સિંહ ચોટીલા પંકમાં જતા રહે. વન વિભાગની ટીમ સતત તેઓની પાછળ-પાછળ ફરી રહી છે.