રાજકોટ મહાનગરપાલિકાનાં પ્રદ્યુમન પાર્ક પ્રાણી ઉદ્યાન ખાતે સિંહ માદા સ્વાતીએ સિંહ નર મેઘવન સાથેના સંવનનથી એક સિંહબાળને જન્મા આપેલ છે.અગાઉ ઝૂ ખાતે ઉકત માદા સ્વાતીએ તા.૨૪/૦૯/૨૦૧૪ના રોજ પ્રથમ વખત ત્રણ સિંહ બાળ-૦૩ (નર-૧ તથા માદા-૨)ને જન્મર આપેલ. જે તમામ સિંહબાળ હાલ પુખ્ત થઇ ગયેલ છે.
વન્યપ્રાણી વિનીમય હેઠળ સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકારની નિયમોનુસાર મંજુરી મેળવી રાજકોટ ઝૂ ખાતેથી સિંહોને સક્કરબાગ ઝૂ – જુનાગઢ, અમદાવાદ ઝૂ, લખનઉ ઝૂ, છતબીર ઝૂ પંજાબ, મૈસુર ઝૂ, ભીલાઇ ઝૂ છતીસગઢ, હૈદ્રાબાદ ઝૂ વિગેરેને આપવામાં આવેલ છે. હાલ ઝૂ ખાતે સિંહ નર ૫, સિંહ માદા-૧૩ તથા જન્મેલ સિંહ બાળ ૦૧ મળી કુલ ૧૯ સિંહ સંખ્યા થયેલ છે. હાલ ઝૂમાં જુદી જુદી ૫૩ પ્રજાતિઓનાં કુલ – ૪૦૬ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.