નાલંદા તીર્થધામમાં દીક્ષા જયંતીની દબદબાભેર ઉજવણી
ગામોગામ નામી અનામી સાધકોની હાજરીમાં ધાર્મિક અનુષ્ઠાન અને જાપ સાધકને ‚ા.૯૦ની પ્રભાવના સાથે શહીદોને મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ
ગોંડલ સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિહણ બા.બ્ર.પૂ. ઈન્દુબાઈ મહાસતીજી તથા સ્વરકિન્નરી બા.બ્ર.પૂ. સોનલબાઈ મહાસતીજીની દીક્ષા જયંતિ પ્રસંગે નાલંદા તીર્થધામમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. સવારના ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી હજારો સાધકોએ પૂણ્યાશ્રાવકની અખંડ શુધ્ધ સામયીકનો લાભ લીધો હતો.
સંઘના બધા પદાધિકારીઓ પણ સામાયીકમાં જોડાઈ ગયા હતા પૂ. મોટા સ્વામી રોજ ૧૧,૦૦૦ ગાથાની સ્વાધ્યાય કરતા હતા માટે તેમની અનુમોદના માટે આગમનની વંદનાવલી ચાલુ જ હતી. તથા તેઓ રોજની ૧૫૧ માળા કરતા હતા તે માટે અનુપૂર્વીના જાપ સતત ચાલુ જ હતા જાણે તીર્થધામ મીની પાવાપુરી હોય અને સામાયીકતા સમાંસરણમાં જતા હોય તેવો દિવ્ય અને ભવ્ય માહોલ હતો. ‘ઈન્દુબાઈ સ્વામી અમર રહો’ના નાદ સાથે તીર્થધામ ગુંજી ઉઠ્યું હતુ અને જાણે મોટા મહાસતીજી હજરાહજૂર જીવંત હોય તેવો જ દરેક સાધકને દિવ્ય અહેસાસ થતો હતો.સમારોહમાં શાંતિ, શિસ્ત, ભકિત અને ભાવનાથી ભરપૂર લાગણી દેખાતી હતી. સવારનો માહોલ જાણે ભગવાનના સમોસરણમાં જાતા હોઈએ તેવું દિવ્ય અને ભવ્ય હતો. આ પ્રસંગે દાનવીરો આગેવાનો શ્રેષ્ઠીવર્યો સમગ્ર મહિલા મંડળો અબાલવૃધ્ધ સહુ કોઈએ લાભ લીધો હતો. સહુએ હાજરી આપી અનુમોદના કરી હતી. કાર્યક્રમનું સંચાલન આદિનાથ ટ્રસ્ટી મંડળે તેમજ સોનલ સેવા મંડળે કર્યું હતુ. સામાયીક કરનાર દરેક સાધકને રૂ.૮૦ નું બહુમાન પૂ. મોટા મહાસતીજીના પરમભકતો તરફથી કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે જામનગર, કાલાવડ,મુંબઈ, ઉપલેટા, પાલીતાણા, મોરબી, કચ્છ, જેતપૂર, અમદાવાદ વગેરે ગામોથી નામી અનામી હજારો સાધકોએ હાજરી આપી લાભ લીધો હતો.
આ પ્રસંગે અશોકભાઈ દોશી, નિલેશભાઈ શાહ, જયેશભાઈ માવાણી, જયેશભાઈ સંઘાણી, રમેશભાઈ દોશી, વિમલભાઈ મહેતા, પરેશભાઈ દફતરી, જતીનભાઈ કોઠારી, મિલનભાઈ પટેલ, નિલેશભાઈ શેઠ, આશિષભાઈ મુઢવા, ધીરેનભાઈ ભરવાડા, આર.આર. બાવીશી પરિવાર નવીનભાઈ શાહ, નિલેશભાઈ પંડયા, રાજેશભાઈ મહેતા, પરેશભાઈ ચાવડા, આદિનામી અનામી હજારો માણસોએ પૂણ્યા શ્રાવકની સામાયીકનો લાભ લીધેલ હતો.
આ દિવસે ખાસ રાજકોટ મહાજન પાંજરાપોળ તેમજ કબૂતર ખાનામાં પૂ. મોટા મહાસતીજીના ભકતો તરફથી અનુકંપા દાન કરેલ હતુ. પરેશભાઈ દફતરીના રાહબર હેઠળ સોનલ યુવા સેવા ગ્રુપે સુંદર સેવા બજાવી હતી. કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ શાહે કર્યું હતુ નાલંદા સંઘના પદાધિકારીઓ ખાસ પૂણ્યા શ્રાવકની સામાયીકમાં જોડાયા હતા. બાબુભાઈ રાઠોડ તથા નિતીનભાઈ મેતા, આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહરદોને મૌન રાખી શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી.સોનલ સાહેલી ગ્રુપને પાંદડી સેટ આપી બહુમાન કરાયું હતુ.