હરવા ફરવાની શોખીન અને ઉત્સવ ઘેલી રાજકોટનાી જનતાને વધુ હરવા ફરવાનું સ્થળ આગામી બે વર્ષમાં પ્રાપ્ત થશે. કોર્પોરેશન દ્વારા પ્રદ્યુમન પાર્કની સમીપે અંદાજીત 30 કરોડના ખર્ચ 33 હેકટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા લીલીઝંડી મળતાની સાથે જ સફારી પાર્ક બનાવવા માટેની કામગીરીનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.
એશીયાટીક લાયન સફારી પાર્ક બનાવવા માટે આગામી કામગીરી શરૂ કરવામાં આવશે.જેમાં બ્રીક મેશનરી કમ્પાઉન્ડ દિવાલ, ચેઈનલિંક ફેન્સીંગ દિવાલ, પ્રાણીઓ માટે નાઈટ શેલ્ટર, ખાસ પ્રકારનો ટૂ વે ગેટ, ઇંટરનલ રોડ, ઇંસ્પેક્શન રોડ, વોચ ટાવર, એન્ટ્રસ પ્લાઝા તેમજ મુલાકાતીઓ માટે જુદી જુદી વિઝીટર એમીનીટીઝ રહેશે. બ્રિક કમ્પાઉન્ડ દિવાલ જેની ઉંચાઈ-2.75 મીટર અને લંબાઇ-3500 મીટરની રહેશે.
પ્રદ્યુમન પાર્ક પાસે જ બનશે 33 હેકટર જમીનમાં સફારી પાર્ક: ટુરિઝમ બિઝનેસમાં પણ વધારો થશે
આર.સી.સી. કમ્પાઉન્ડ દિવાલ 1000 મીટર (રાંદરડા તળાવનાં કાંઠે)ની રહેશે. જ્યારે ચેઈનલિંક ફેન્સીંગની ઉંચાઈ 5 મીટર અને લંબાઇ 5500 મીટરની હશે.પ્રાણીઓ માટે ખોરાક તથા અન્ય સુવિધાઓ સાથેનું નાઈટ શેલ્ટર બનાવવામાં આવશે. સફારી પાર્કમાં મુલાકાતીઓને ખાસ પ્રકારના ઇલેક્ટ્રીક સંચાલીત વાહનમાં બેસાડી પ્રવેશ આપવામાં આવશે. જે માટે સુરક્ષાને ધ્યાને રાખી ખાસ પ્રકારનો ટૂ વે એન્ટ્રી-એક્ઝીટ ગેટ બનાવવામાં આવશે. કમ્પાઉન્ડ દિવાલ અને ચઇનલીંક ફેન્સ દિવાલ વચ્ચે 05 મીટર પહોળાઇનો ઈન્સ્પેકસન રોડ બનાવવામાં આવશે. પાર્કમાં ખુલ્લામાં વિહરતા પ્રાણીઓના લોકેશન માટે જુદા જુદા ઈન્ટર ક્નેક્ટેડ રોડ બનાવવામાં આવશે.પાર્કમાં એક અથવા બે જગ્યાએ સીક્યુરીટી સબબ વોચ ટાવર બનાવવામાં આવશે.પાર્કમાં ખુલ્લામાં વિહરતા પ્રાણીઓ માટે જુદી જુદી જગ્યાએ પીવાના પાણીના પોન્ડ બનાવવામાં આવશે.
હાલ એશીયાટીક લાયન સફારી પાર્ક બનાવવા માટેના સમગ્ર વિસ્તારેને ગીરની ઝાંખી થાય તેવા સ્વરૂપનું અને સિંહોના કુદરતી રહેઠાણને સુસંગત જંગલ બનાવવા માટે બાકી રહેલા ભાગમાં વૃક્ષારોપણની કામગીરી પૂર્ણ થવામાં છે. મુલાકાતીઓ આયુર્વેદીક વનસ્પતીઓથી વાકેફ થાય તે માટે આયુર્વેદીક પ્લોટ ડેવેલપ કરવામાં આવશે. સફારી પાર્કની અંદર આર્ટીફીસીયલ ચેક ડેમ ડેવલપ કરવામાં આવશે.
મુલાકાતી માટે પણ વિવિધ સુવિધા ઉભી કરાશે.જેમાં આર્ટીસ્ટીક એન્ટ્રી ગેઈટ,સફારી પાર્કના બહારના ભાગે મુલાકાતી પ્રવેશ માટે આકર્ષક એન્ટ્રન્સ પ્લાઝા બનાવવામાં આવશે. મુલાકાતીઓ માટે ઇલેક્ટ્રીક વાહન વ્યવસ્થા, મુલાકાતીઓના વાહન માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે. મુલાકાતીઓને પ્રવેશ ટિકિટ મેળવી શકે તે માટે ટીકિટ બુકીંગ ઓફીસ બનાવવામાં આવશે. આ ઉપરાંત રેસ્ટીંગ શેડ કોમ્પ્લેક્ષ, ટોઈલેટ બ્લોક, લોન અને ગાર્ડન વિથ ચિલ્ડ્રન પ્લે એરીયા, મુલાકાતીઓ માટે ફીલ્ટર પાણીની વ્યવસ્થા , ફૂડ કોર્ટ અને સેલ્ફી પોઇન્ટ બનાવશે.
પ્રોજેક્ટનું કુલ કોસ્ટ અંદાજે- રૂ.30 કરોડની છે. હાલ તાત્કાલીક ધોરણે કમ્પાઉન્ડ દીવાલ, આર. સી. સી. કમ્પાઉન્ડ, ચેઈનલિંક ફેન્સીંગ, પ્રાણીઓ માટે નાઈટ શેલ્ટર: પ્રાણીઓ માટે ખોરાક તથા અન્ય સુવિધાઓ સાથેનું નાઈટ શેલ્ટર બનાવવાની કામગીરું શરૂ કરવામાં આવશેપાર્કમાં ખુલ્લામાં વિહરતા પ્રાણીઓના લોકેશન માટે જુદા જુદા ઈન્ટર ક્નેક્ટેડ રોડ બનાવવામાં આવશે.
સફારી પાર્કમાં વિવિધ પ્રાણીઓ સાથે પ્રકૃતિના દર્શન થશે: ડો. રાકેશ હિરપરા
રાજકોટમાં હવે સફારીની તૈયારી મહાનગરપાલિકા દ્રારા કરવામાં આવી છે એક ખાસ અહેવાલ અબતકની સાથે માં પ્રદ્યુમ્ન પાર્ક ડો રાકેશ હીરપરા સુપ્રીટેન્ડન જણાવ્યુ હતું કે રાજકોટમાં ઝુ પ્રદ્યુમ્ન પાર્કની પાછળ 200 વિઘામાં બની રહ્યું છે સફારી પાર્ક જેમાં વિવિધ પ્રાણીઓનું પ્રકૃતિના દર્શન થવાના છે તો પ્રાણી પ્રજાતિની સાથે પ્રકૃતિ પ્રેમીઓને પણ મળશે લાભ અલગ અલગ ઔષધીય વૃક્ષના દર્શન પણ સફારીમાં થવાના છે. સફારીમાં અનેક આવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે જેમાં લોકોને આર્યુવેદીક રીતે કેમ ઉપયોગી કરવો તેની પણ ગાઈડ કરવામાં આવશે તો આ સફારીમાં અનેક આવા વૃક્ષો પણ છે જે પ્રાણીઓને પણ હવામાન અનુકૂળ રૂપ આપશે જેમાં શિયાળો ઉનાળો ચોમાસુઆ દરેક બાબતનું ધ્યાન રાખી અને વાવેતર કરવામાં આવ્યું છે તો કેટલાક વૃક્ષો કુદરતી રીતે પણ ત્યાં છે.