રાજકોટ શહેરના પ્રદ્યુમન પાર્ક ઝૂ પાસે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા 33 કરોડના ખર્ચે લાયન સફારી પાર્ક વિકસાવવામાં આવશે. જેમાં ઝૂ ની પાછળના ભાગે રાંદરડા નર્સરી તરફના રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના અંદાજે 30 હેક્ટરથી વધુ જગ્યામાં એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્હી પાસેથી મંજુરી મળેલ છે. વર્ષ 2024-25 દરમિયાન લાયન સફારી પાર્ક માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના નીતિ નિયમ મુજબ પ્રથમ 2.75 મીટર ઉંચાઇની કમ્પાઉન્ડ દિવાલ તથા 5.0 મીટર ઉંચાઇની ચેઇનલીંક જાળીની દિવાલ, જી.એસ.આર. બાંધકામ, વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઇન, સફારી પાર્કમાં પ્રવેશ માટે ‘ ઝૂજ્ઞ ૂફુ ૠફયિં” બનાવવામાં આવશે.
સફારી પાર્કમાં પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટર બનાવવામાં આવશે તથા પાણીનાં પોન્ડ બનાવવામાં આવશે. આ ઉપરાંત સફારી પાર્કની અંદર વોચ ટાવર તથા જુદા-જુદા ઇન્ટરનલ રોડ બનાવવામાં આવશે. સફારી પાર્કમાં પ્રાણીઓ ખુલ્લામાં પ્રદર્શીત કરવામાં આવશે ત્યારે મુલાકાતીઓને ખાસ પ્રકારના વાહનમાં લેવા બેસાડી સફર કરાવવામાં આવશે.
કોઠારિયા, રૈયાધાર અને સોખડામાં બનશે નવી એનિમલ હોસ્ટેલ
ઢોર પકડ પાર્ટી સ્ટાફને બોડી વોર્ન કેમેરાથી કરાશે સજ્જ
રાજકોટવાસીઓને રેઢિયાળ ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે કોર્પોરેશનની 15 ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે. સ્ટાફને હવે બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવે છે અને વાહનો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. હાલ કોઠારિયા, મવડી, રૈયાધાર અને રોણકી એમ ચાર સ્થળોએ એનિમલ હોસ્ટેલ કાર્યરત છે. દરમિયાન મોટા મવામાં એનિમલ હોસ્ટેલના બાંધકામની કામગીરી ચાલુ છે. આગામી વર્ષે કોઠારિયા, રૈયાધાર અને સોખડા ખાતે રાજ્ય સરકાર પાસેથી જગ્યા મેળવીને 2500 પશુઓની ક્ષમતાવાળી એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ.3.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.