ગીરનો સાવજ જોખમમાં?
‘પ્રોજેકટ લાયન’ અંતર્ગત હજુ નાણાકીય સહાય મળી નથી :બે વર્ષમાં 240 સિંહોએ જીવ ગુમાવ્યા
ગીર એશિયાટીક સાવજોનું ઘર માનવામાં આવે છે ત્યારે ગુજરાત સરકારે જે આંકડો જાહેર કર્યો છે તે અત્યંત ચોકાવનારો છે કારણ કે છેલ્લા બે વર્ષમાં 240 સાવજોએ જીવ ગુમાવ્યા છે. સાવજોની વસ્તીના કુલ 36 ટકા છે. સરકારનું માનવું છે કે સાવજોના સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયન યોજનાને અમલી બનાવી છે પરંતુ જે કેન્દ્ર સરકાર પાસેથી જે નાણા મળવા જોઈએ તે હજુ સુધી મળ્યા નથી.
ગુજરાત વિધાનસભામાં આ અંગે સરકારે આંકડો જાહેર કર્યો હતો કે જે બે વર્ષમાં 240 સાવજોના મોત થયા છે તેમાં 128 સિંહ બાળ એટલું જ નહીં સરકારે મેં 2020 ની સરખામણીએ સાવજોની વસ્તી 674 હોવાની જણાવ્યું હતું અને સરકારે એમ પણ જણાવ્યું હતું કે વર્ષ 2021 માં 124 સાવજોના મોત નીપજ્યા હતા જે વર્ષ 2022માં ઘટીને 116 થયા છે.
વન સંરક્ષક અને ફોરેસ્ટ અધિકારીનું માનવું છે કે વર્ષ 2018 જ ખરા અર્થમાં ખતરે કે ઘંટી સમાન બની ગયું હતું કારણ કે જે રીતે કેનીન ડિસ્ટેમ્પર વાયરસનો રોગ સાવજોમાં જોવા મળ્યો અને જેમાંથી 34 સાવજોના જીવ ગયા તે બાદ સરકારે સી સંવર્ધન માટેની યોજના અમલી બનાવી હતી જેના માટે નાણાકીય સહાયની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય ન મળી હોવાના કારણે આ યોજના અમલી બની નથી પરંતુ સરકારે સાવજોના મોત હવે ન થાય અથવા તો આંકડો ઓછો આવે તે માટે રોડ મેપ પણ તૈયાર કરી દીધો છે. તારે આ વાતની પણ ગંભીરતાને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ કરી હતી કે સાવજોની સાથો સાથ વન્ય પ્રાણીઓ ના સંવર્ધન માટે વેટરનરી ડોક્ટરની સાથે એમ્બ્યુલન્સ સેવાઓને ઝડપી બનાવી છે અને સમયાંતરે આ તમામ વન્યજીવોનું તબીબી પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.