પીપાવાવ પોર્ટમાં વાહનની ધમધમતા હાઇ-વે પર સિંહોની સલામતી સુરક્ષા બાબતે અનેક સવાલો ઉઠયા

રાજુલાની પીપાવાવ પોર્ટમાં વાહન વ્યવહારથી ધમધમતા હાઇ-વે ઉપર સિંહોની સલામતી અને સુરક્ષા બાબતે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.ત્રણ વર્ષ પહેલા ધારીના દલખાણીયા રેન્જમાં કેનાઇન ડીસ્પે પર રોગથી ર3 થી વધુ સિંહોના મોત થતા રાજય સરકારે સિંહોની સલામતી અને સુરક્ષા માટે શેત્રુજી રેન્જની રચના કરી. ગીર પૂર્વમાં રહેલા રાજુલા-જાફરાબાદને શેત્રુજી રેન્જમાં રાખી સિંહોની સલામતી આપવાનો હોવાનો વિડીયો વાયરલ થયેલ છે અને આવી રીતે અવાર-નવાર સિંહો પીપાવાવમાં દેખાયા છે.

રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં મહાકાય કંપનીઓ અને લોડીંગ વાહનોના થતી આવન-જાવન અને પીપાવાવ રેલવે ટ્રેક પર સિંહોના મોતના બનાવો અવાર-નવાર બની રહેલ છે. જેમાં કેટલાય સિંહોના મૃત્યુ થયેલ છે. આમ છતાં પણ વનતંત્ર આવા બનાવો માંથી કોઇ બોધપાઠ લીધેલ ન હોય તેમ

રાજુલા વિસ્તારમાં સિંહોની સલામતી માટે ટ્રેકર ગાર્ડો, ફોરેસ્ટ ગોર્ડો તેમજ  અન્ય ફોરેસ્ટ અધિકારીઓની મોટી ફોજ હોવા છતાં અવાર નવાર સિંહો રેલવે ટ્રેક પર તેમ જ હાઇવે ઉપર તેમજ પીપાવાવ પોર્ટના રોડ પર મોતને ભેટે છે. તેમજ અનેકવાર વાહનોના હડફેટે ઘાયલ પણ થાય છે. તેમજ અનેકવાર વાહનોના હડફેટે ઘાયલ પણ થાય છે. અને આવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. તેમ છતાં વનતંત્ર અને ઉઘોગ ગૃહો આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લોકોમાંથી જાણવા મળી રહેલ છે. અને સિંહ પ્રેમીઓ દ્વારા સિંહોની સલામતી અને સુરક્ષા સામે સવાલો ઉભા કરેલ છે તેમ જ સિંહોની સુરક્ષા આપવા માંગ પણ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.