વિશ્ર્વ સિંહ દિવસ આપણા એશિયા ખંડ ભારત સાથે જુનાગઢના એશિયાટીક લાયનનું ગૌરવ

આજે વિશ્ર્વ સિંહ દિવસ, જંગલના રાજાને ઓળખવાનો દિવસ કોઇપણ પ્રાણી માટે ઉજવાતો હોય એવો આ એક માત્ર દિવસ છે. વિશ્ર્વસિંહ દિવસ આપણા એશિયા ખંડ ભારત સાથે જુનાગઢના એશિયાટીક લાયનનું ગૌરવ છે. દર વર્ષે આ દિવસ ઉજવાય છે, વિશ્ર્વભરમાંથી એક માત્ર સાસણ, જુનાગઢ ખાતે જોવા મળતા એશિયા ટીક લાયન સાથે તે આફ્રિકાના જંગલોમાં રહેતા સિંહોના મહત્વ સાથે ‘વર્લ્ડ લાયન ડે’ ની ઉજવણી થાય છે.

એશિયાઇ સિંહ માત્ર ભારત દેશનાં ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ જોવા મળે છે. તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ મોટું યોગદાન છે. છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો જોવા મળી રહ્યો છે. આજ કારણે તેના અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૌરાષ્ટ્રના રર000 ચોરસ કિલોમીટરમાં વિહરતા જોવા મળે છે.

આજનો દિવસ સિંહ પ્રત્યેની આપણી માનસિકતા અને વલણને બદલવાનો સમય છે. લોકોમાં આ બાબતે જનજાગૃતિ કેળવાય તે તેનો મુખ્ય હેતું છે.

‘નમામિ ગીર ! નમામિ સિંહ’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.