• વનરાજ નું વેકેશન પૂર્ણ…

  • ગીર અભ્યારણની સહેલ માટે ઓનલાઈન બુકિંગ ફુલ ગીરની હોટલ-રિસોર્ટમાં દેવ દિવાળી સુધી બુકિંગ

  • સિંહ બાળની કિલકારીઓથી ગીરનું જંગલ ગુંજી ઉઠ્યું

વિશ્વપ્રસિદ્ધ અશિયાટીક સિહો ની ભૂમિ ગીર અભ્યારણમાં આજથી વનરાજોનું વેકેશન ખુલ્યું છે સવારે સાસણ સિંહ સદન ખાતેથી  સિંહ દર્શન માટે પ્રવાસીઓની જીપ્સીને લીલી ઝંડી આપીને વન પ્રવેશ કરાવવામાં  આવ્યો હતો.

ચોમાસા દરમિયાન સિહોના સવનન કાળમાં અ કુદરતી રીતે કોઈ ખલેલ ન પડે તે માટે ગીર અભ્યારણ ચોમાસા દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે.

ગીરમાં આજથી ફરી એકવાર સિંહ દર્શનની શરૂઆત થઇ  છે ચાર મહિના બાદ ફરીથી જુનાગઢના સાસણ ગીરમાં આજથી સિંહ દર્શન શરૂ થયુ છે. લાખોની સંખ્યામાં ફરી એકવાર પ્રવાસીઓ ઉમટી પડશે.

જુનાગઢમાં આવેલું સાસણગીર એશિયાટીક સિંહોનું ઘર છે, ગુજરાતના જાણીતા નેશનલ પાર્ક સાસણ ગીર આજથી પ્રવાસીઓ માટે ખુલી ગયુ છે. ચોમાસાની સિઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ના પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન હતુ જે આજે પુરુ થઇ રહ્યું છે. સાસણ ગીરમાં સિંહ દર્શન માટે આજે વન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને જીપ્સીમાં લીલી ઝંડી બતાવીને જંગલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગીર અભ્યારણ માં સિંહ દર્શન અને વેકેશનમાં ગીરવિહાર માટે મોટાભાગના રિસોર્ટ અને હોટલો નું બુકિંગ દેવ દિવાળી સુધી ફૂલ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે ગીરમાં ચોમાસા બાદ સિંહ પરિવારમાં નાના સિંહ બાળનું આગમન થતું હોય આ વર્ષે પણ મોટી સંખ્યામાં નવજાત સિંહ બાળ ની કિલકારીઓ ગિરનાર જંગલમાં સંભળાઈ રહી છે સિંહ દર્શન નું વેકેશન ખુલ્યા બાદ પ્રવાસીઓમાં નાના બચ્ચા સાથે વિહરતી સિંહણો જોવાનો અદભુત રોમાન્ચ રહેતો હોય છે આ વર્ષે પણ અનેક સિંહ પરિવારમાં નાના નવા સભ્યો નું આગમન થયું છે ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝન દરમિયાન જંગલના તમામ રસ્તાઓ કાચા હોવાથી મોટા પ્રમાણમાં ધોવાણ પણ થઈ જાય છે, જેથી વાહનો લઈને અવર જવર કરવી શકય નથી. પ્રવાસીઓને સિંહદર્શન માટે સાસણમાં માત્ર દેવળીયા પાર્ક જ ખુલ્લુ રાખવામાં આવે છે. અને તે પણ વરસાદ ન હોય તો જ. જો ભારે વરસાદ હોય તો દેવળીયા સફારી પાર્ક પણ બંધ કરી દેવામાં આવે છે. વેકેશનના છેલ્લા પંદર દિવસ બાકી હોવાથી સાસણમાં પ્રવાસીઓની ભીડ રહે છે. પંદર દિવસ બાદ સાસણની બજારો પણ સુમસામ થઈ જશે.

શરદપૂનમથી દિવાળી અને દેવ દિવાળી સુધી ગીરના તમામ રિસોર્ટ અને હોટલો માં ઓનલાઇન બુકિંગ થઈ ચૂક્યું છે આજથી ગીર અને ગીરનું જંગલ પ્રવાસીઓ થી ધમધમતુ રહેશે,.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.