હાલ ચારેય સિંહબાળ અને માતાની તબિયત તંદુરસ્ત: સીસી ટીવી કેમેરાથી સતત મોનીટરીંગ

એશિયાટીક લાયનોના વસવાટ ગણાતા ગીરના જંગલમાં વારંવાર સિંહ બાળની કિલકિલાટ સંભળાતો હોય છે જુનાગઢના સકકર બાગ ઝુમાં પણ હવે સિંહ બાળનો સમુધુર અવાજ સંભળાઇ રહ્યો છે. અંાબરડીના સિંહથી ગર્ભવતી બનેલી ડી-૧ર સિંહણે ગઇકાલે ચાર તંદુરસ્ત સિંહ બાળને જન્મ આપ્યો છે. હાલ ચારેય બાળ સિંહ અને માતાની તબિયત તંદુરસ્ત છે ઝુના સ્ટાફ દ્વારા સતત સીસી ટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યુઁ છે.

જૂનાગઢ સકરબાગ ઝુ ના સિંહ પરિવારમાં ૪ સભ્યોનો વધારો થવા પામ્યો છે.  એક સિંહણે ૪ બચ્ચાને સક્કરબાગ ઝૂમાં જન્મ આપ્યો છે અને હાલમાં આ સિંહ બાળનું તેમની માતા સિંહણ લાલન પાલન કરી રહી છે

આંબરડી સિંહ વતી ગર્ભવતી બનેલ ડી – ૧૨ સિંહણ એ આજે સક્કરબાગ ઝૂ ખાતે ૪ સિંહબાળને જન્મ આપ્યો હોવાનું સકરબાગ ઝુ ના આર.એફ. ઓ. નિરવકુમાર મકવાણાએ જણાવ્યું હતું. આર.એફ. ઓ. મકવાણા જણાવ્યા અનુસાર ચારેય સિંહ બાળ હાલમાં તંદુરસ્ત છે અને તેની માતા સિંહણ સિંહ બાળનું કાળજીથી લાલન-પાલન કરી રહી છે.

સક્કરબાગ ઝૂ ના સિંહ પરિવારમાં ૪ સભ્યોનો વધારો થતા ઝુ સત્તાવાળાઓ દ્વારા સિંહણ અને તેના બચ્ચાનું સીસીટીવી કેમેરા સહિતનું મોનીટરીંગ થઈ રહ્યું છે અને વેટનરી ડોક્ટર દ્વારા સિંહણ તથા સિંહબાળની તપાસ પણ નિયમિત કરવામાં આવી રહી છે. આજે સક્કરબાગ ઝૂમાં ચાર સિંહબાળના જન્મના સમાચારથી સક્કરબાગ ઝૂ વર્તુળ તથા વન વિભાગ અને ખાસ કરીને સિંહપ્રેમીઓમાં ખુશીની લહેર પ્રસરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.