મહેસાણા સમાચાર
કડી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે નોકરી કરતી મહિલા કર્મી અને પોલીસ સ્ટેશનમાં જ નોકરી કરતા પોલીસ કર્મી સાથે પ્રેમ સંબંધથી કંટાળી પતિએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પતિ પત્ની છેલ્લા ચાર વર્ષથી કડીના સુજાતપુરા રોડ ઉપર આવેલ વીરમાયા સોસાયટીના કોમન પ્લોટ માં આવેલ એક ઓરડીમાં રહેતા હતા .યુવક ની પત્ની કડી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે નોકરી કરતી હતી. જાન્યુઆરી 2023 માં મહિલા જીઆરડી મહિલા કર્મી ના પતિએ ઓરડીમાં જ કંટાળી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેતા મૃતકના ભાઈએ કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી॰
કડી તાલુકાના ઇરાણા ગામના વતની ઉપેન્દ્રભાઈ જેઓ કરણનગર પાટિયા પાસે આવેલ હીટાચી કંપનીમાં નોકરી કરી રહ્યા છે અને તેમનો ભાઈ મુકેશ અને તેની પત્ની પ્રિયંકા બાળકો સાથે કડીના સુજાતપુરા રોડ ખાતે રહેતા હતા. જ્યારે મુકેશ ની પત્ની પ્રિયંકા છેલ્લા ચાર વર્ષથી કડી પોલીસ સ્ટેશન ખાતે જીઆરડી મહિલા કર્મી તરીકે નોકરી કરી રહી હતી. જીઆરડી મહિલા કર્મી પ્રિયંકા નોકરી દરમિયાન ધીરે ધીરે કડી પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો ધવલ પ્રજાપતિ ના પ્રેમ સંબંધ બંધાયા હતા જેની જાણ પ્રિયંકાના પતિ મુકેશ ને થતા અનેકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા।
કડી તાલુકાના ઇરાણા ગામના વતની અને સુજાતપુરા રોડ ઉપર ખાતે રહેતા મુકેશ ને તેની પત્ની પ્રિયંકાને પોલીસ કર્મી સાથે આડા સંબંધની જાણ થઈ હતી .જે બાબતે ઈરાણા ખાતે રહેતા મુકેશની માતાને અનેક વાર કહ્યું હતું ઇરાણા ખાતે પહોંચી મારી પત્ની પ્રિયંકા મારું કીધું માનતી નથી. મનસ્વી રીતે વર્તી રહી છે તેમ જ કડી પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતો ધવલ પ્રજાપતિ સાથે તેને આડા સંબંધો છે મારી પત્નીના વર્તનથી હું કંટાળી ગયો છું મારી પત્ની પ્રિયંકા ધવલ પ્રજાપતિ સાથે અનેકવાર ટેલિફોનિક વાતો કરે છે ના પાડું તો પણ અને જો મુકેશ કંઈ પણ તેની પત્નીને કહે તો તે જમવા પણ મુકેશ ને આપતી ન હતી જેવી વાત અનેક વખત મૂકેશે તેની માતાને ટેલીફોનિક તેમજ રૂબરૂ મળીને વાત કરી હતી.
કડીમાં મહિલા જીઆરડી કર્મીના પતિએ પોતાની પત્ની થી કંટાળી આત્મહત્યા કરી જીવન ટૂંકા લેતા પરિવાર માં શોક પસરી ગયો હતો જયેશ અને તેની પત્ની કડી ખાતે રહેતા હતા .31 જાન્યુઆરી 2023 ના રાત્રી દરમિયાન મુકેશે તેના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું જે બાદ તેની પત્નીએ કડી પોલીસને જાણ કરી હતી જ્યાં ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી.
કડી ના કુંડાળ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે લાશને ખસેડવામાં આવી હતી. જે બાદ પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો પણ કડી સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. મુકેશની પત્ની પ્રિયંકાને કડી પોલીસ સ્ટેશનમાં જ નોકરી કરતો ધવલ પ્રજાપતિ સાથે આડા સંબંધ હતા પ્રિયંકા અને ધવલ અનેક વખત વિડીયો કોલ ટેલીફોનિક મારફતે વાત કરતા હતા જેની જાણ મુકેશ ને થઈ ગઈ હતી .જે બાબતે મુકેશ ટેન્શનમાં રહેતો હતો ધવલ પ્રજાપતિ પોલીસ કરમી હોય મુકેશને અનેક વખત ધાક ધમકીઓ આપતો હતો અને ખોટા કેશોમાં ફસાવી દઈશ જેવું કહેતો હતો .પ્રિયંકા અને ધવલ પ્રજાપતિને આડા સંબંધની જાણ પ્રિયંકાના પતિ મુકેશ ને થઈ ગઈ હતી જે બાબતે અનેક વખત પ્રિયંકા અને મુકેશ વચ્ચે ઝઘડા થતા હતા પ્રિયંકા તેના પતિ મુકેશ ને અનેક વખત ધમકીઓ આપતી હતી કે તને ખોટા કેસોમાં ફસાવી દઈશ જેવી વાત મુકેશના માતા તેમના દીકરા ઉપેન્દ્ર ને કરી હતી. જે બાબતે મૃતક ઉપેન્દ્રભાઈએ કડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી અને પોલીસે લાશને પીએમ કરાવી લાશને પરિવારજનોને સોંપી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
ઈરાણા ગામના વતની અને કડી ખાતે રહેતા મુકેશ એ પોતાની પત્ની થી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામ્યો હતો. 2023 જાન્યુઆરી મહિનામાં ઘટના બની હતી જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી 28 6 2023 ના દિવસે મુકેશની માતા જશીબેન ઇરાણા ખાતે હાજર હતા જે દરમિયાન મૃતક મુકેશના દીકરા રોહનનો કોટ ધોવા માટે કાઢ્યો હતો. જ્યાં જશીબેને કોટના ખીચા તપાસતા ચીઠ્ઠી મળી આવી હતી મૃતક મુકેશના હસ્તાક્ષરથી લખેલ ચિઠ્ઠી મળી આવતા કડી પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યાં કરી પોલીસે મૃતક ની પત્ની પ્રિયંકા, ધવલ પ્રજાપતિ પોલીસ કર્મી તેમજ તેની પત્નીના ભાઈ અને પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.