• પાલિકા સંચાલિત આ શાળામાં હાલ 3 દિવસ માટે જ એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ હોવાથી મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાગી ગઈ છે. 

Surat News : અત્યાર સુધી સરકારી શાળા માટે લોકોના દિમાગમાં કંઈક અલગ છાપ હતી. લોકો પ્રાઈવેટ સ્કૂલો તરફ વળ્યાં હતાં. પરંતુ, છેલ્લા ઘણા વર્ષોથી સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં ઊલ્ટી ગંગા વહેતી જોવા મળી રહી છે. અહિં એડમિશન ઓપન થાય તે અગાઉથી જ વાલીઓ પૂછપરછ કરવાં લાગતાં હોય છે. ત્યારે પાલિકા સંચાલિત આ શાળામાં હાલ 3 દિવસ માટે જ એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ હોવાથી મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાગી ગઈ છે.

Lines for admission in this private not government school in Surat
Lines for admission in this private not government school in Surat

ખાનગી શાળા કરતાં સંખ્યા બમણી

મનપા નગર પ્રાથમિક શાળા નંબર 346 અને 334 અને 355 લાઇન લાગી ગઈ છે. મોટા વરાછા ખાતે આવેલી શાળામાં આ વખતે એડમિશન માટે 3 દિવસ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. આ શાળામાં ખાનગી શાળા કરતા બમણી સંખ્યા હોય છે. શાળાનું મેરિટ લિસ્ટ ઊંચું આવતા મોટા ઘરના લોકો પણ બાળકોનું એડમિશન કરાવી રહ્યાં છે. આ શાળઆમાં અતિ આધુનિક અને ડિઝિટલ સુવિધાઓ પણ આવેલી છે.

Lines for admission in this private not government school in Surat
Lines for admission in this private not government school in Surat

સગવડતાં ધરાવતા પરિવારના બાળકો પણ ભણે છે

Lines for admission in this private not government school in Surat
Lines for admission in this private not government school in Surat

આ શાળાનું શિક્ષણનું સ્તર ખાનગી શાળા કરતાં પણ સારૂ હોવાથી વાલીઓ અહિં પોતાના સંતાનને ભણાવવા ઈચ્છે છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો આગલા ધોરણમાં જાય તેની સાથે મોટા ભાગના નવા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાંથી આવે છે. અગાઉ આ શાળઆ માટે વિદ્યાર્થીઓને શોધવા જવા પડતાં હતાં. પરંતુ હવે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ડ્રો કરવો પડી રહ્યો છે. ખાનગી સ્કૂલની ફી નહી ભરી શકતાં ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં અભ્યાસ માટે મૂકી રહ્યાં છે. તો બીજી તરફ શિક્ષણ સમિતિની સ્કૂલમાં જ નોકરી કરતાં આચાર્ય અને નિરીક્ષકો પણ પોતાના બાળકોને સમિતિની શાળામાં અભ્યાસ માટે મૂકી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.