સામાન્ય રીતે પાણી મેળવવા ઠામ વાસણ રાખીને લાઈન કરવામાં આવે છે. અને પાણીના ટેન્કરની રાહ જોવાતી હોય છે. હાલ કોરોનાના કહેરથી ગરીબ, મધ્યમવર્ગની હાલત કફોડી થઈ ગઈ છે. અને ખાવાના પણ સાંસા થઈ પડયા છે. પોતાની પાસેના નાણા ખૂટી પડતા ગરીબ શ્રમિક કે મધ્યમવર્ગના લોકોને કોઈ સેવા સંસ્થા, સેવાભાવીઓ જમવાનું આપી જાય તો પેટનો ખાડો પૂરી શકાય તેવી હાલત થઈ છે. વડોદરાના હરણી એરપોર્ટ પાસે આવેલા ઝુપડપટ્ટીમાં સેવા ભાવીઓ દ્વારા જમવાનું આપવામાં આવે છે. જમવાનું લેવા માટે ગરીબો પોતાના વાસણોની લાઈન લગાવી છે. અને સેવાભાવીઓની રાહ જુએ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.