મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાયના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ધાટન: અંડર ૧૪માં ૧૬ ટીમ, વેટરન્સમાં ૬ ટીમ અને સિનિયર સિટીઝનમાં ર૪ ટીમોએ ભાગ લીધો
લાયન બોય ગ્રુપ દ્વારા આયોજીત ઓપન સૌરાષ્ટ્ર ૭ સાઇડ ફુટબોલ ટુર્નામેન્ટનો ધકામેદાર પ્રારંભ થયો હતો. કાલે રાજકોટમાં રેસકોર્ષ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રાજકોટના મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાયના વરદ ટુર્નામેન્ટનો ધમાકેદાર ઓપનીંગ કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં વિવિધ કેટેગરીની ટીમોએ ભાગ લીધેલ છે. ખાસ તો રમતવીરોનો આત્મવિશ્ર્વાસ અને ઉત્સાહ વધારવા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં અંડર ૧૪ની ૧૬ ટીમ, વેટરન્સની ૬ ટીમ અને સીનીયર સીટીઝનમાં ર૪ ટીમે ભાગ લીધેલ છે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે લાયન બોય કમીટીના મેમ્બર રોહિત બુંદેલા, સાહિલ શેખ, ચંચલ બિયબાસ, જતીન શુકલા, પ્રિન્સ પુન, ધર્મેશ છત્રોલા અસલમ બ્લોચ, અજયસિંહ ગોહિલ જહેમત ઉઠાવી રહ્યાં છે.
રાજકોટ ડીસ્ટ્રીસકટ અને સ્ટેટ ફુટબોલ એસો.ના જોઇન્ટ સેક્રેટરી રોહિત બુંદેલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લાઇન બોય ગ્રુપ દ્વારા ૭-એ સાઇડ ત્રણ કેટેગરીમાં ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંડર ૧૪ માં ૧૬ ટીમ, વેટરન્સમાં ૬ ટીમ અને સીનીયરમાં ર૪ ટીમ ભાગ લીધેલ છે. ટુર્નામેન્ટ સતત અમારુ બીજુ વર્ષ છે. આ ટુર્નામેન્ટ અંતર્ગત સફળ બનાવવા રાજકોટના કમીશનર અનુપમસિંહ ગહેલોતનો પણ ખુબ સપોર્ટ મળ્યો છે. આજે લાઇન ગ્રુપ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે વિવિધ કેટેગરીમાં મેચ રમાયેલ જેમાં બે વેટરન્સના અને ૪ મેચ અંડર ૧૪ ના અને ૮ મેચ સીનીયરના રમાયેલ છે. રવિવારે ફાઇનલ મેચ રમવામાં આવશે.