- કોમ્પ્યુટર ડ્રાઇવિંગ લાઇસન્સના 3000 રૂપિયા લેવામાં આવ્યા
- સુપરવાઇઝર ઇન્સ્પેક્ટરે 3000 નહિ પણ 7000 લેવામાં આવે છે તેવું જણાવ્યું
- વિદ્યાર્થીઓ તેનું શિક્ષણ મેળવી રોજગારી મેળવે
- સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષા લેવામાં આવે છે: કોલેજના આચાર્ય
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના લીમખેડા I.T.I.માં કોમ્પ્યુટર ડ્રાઇવિંગ લર્નિંગ લાઇસન્સમાં ગેરરિતી થયાની લોક બૂમ ઊઠવા પામી હતી ત્યારે મીડિયા ના પ્રતિનિધિએ લીમખેડા આઈ.ટી.આઈ કોલેજમાં આકસ્મિક મુલાકાત કરતા કોમ્પ્યુટર ડ્રાઇવિંગ લર્નિંગ લાયસન્સ લેવા માટે આવેલા ક્લાઈમેટની પૂછપરછ કરતા ફતેપુરા તાલુકાના વાગ વડલા ગામના હોવાનું જણાવ્યું હતું. મારું નામ ભાવિનભાઈ છે મેં ડ્રાઇવિંગ લર્નિંગ લાઇસન્સ ના 3000 રૂપિયા આપ્યા છે તેમ જણાવ્યું હતું . કોણે આપ્યા તેવી કોઈ સ્પષ્ટતા કરી નહોતી પરંતુ પૂછતાજ કર્તાની સાથે જ સુપરવાઇઝર ઇસ્પેક્ટર તેજલ પટેલ દ્વારા ભાવિન ભાઈનું નામ બોલતા ફોન સ્વીચ ઓફ કરીને અથવા બહાર આપીને ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈને આવો તેમ જણાવ્યું હતું થોડીવારમાં ઈશારો કરીને ભાવિન ભાઈને મોકલી દેવામાં આવ્યા હતા સુપરવાઇઝર ઇન્સ્પેક્ટર પણ અધુરી કામગીરી છોડીને ત્યાંથી ચાલ્યા ગયા હતા કલાઈ મેન્ટોને ફોન સ્વીચ ઓફ કરીને અથવા બહાર આપીને આવવા જણાવ્યું તે બાબતે પણ અનેક શંકા કુશંકાઓ ઉત્પન્ન થઈ છે સુપરવાઇઝર ઇન્સ્પેક્ટરે 3000 નહિ પણ 7000 લેવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
આ સાથે સુપરવાઇઝર ઇસ્પેક્ટર મહેન્દ્ર રાવલને ટેલીફોનિક વાત કરતા જણાવ્યું હતું કે, અહીંયા કોઈ ફી લેવામાં આવતી નથી CCTV કેમેરા અને વોઈસ રેકોર્ડિંગ સાથે પરીક્ષા લેવામાં આવે આમ તો અમે નિયમ પ્રમાણે કોમ્પ્યુટરની નજીક પણ ઉભા રહી શકતા નથી પરંતુ દૂરથી આવતા ક્લાઈન્ટને એક કે બે માર્ક થી ફેલ થતા હોય તો અમે તેમને એક કે બે માર્કનું લખાવી દઈએ છીએ તેમ જણાવ્યું હતું.
ત્યારે આ અંગે લીમખેડા I.T.I. કોલેજના પ્રિન્સિપાલ P.d. ચારેલે જણાવ્યું હતું કે આઈ.ટી.આઈ ખાતે કુલ 12 ચાલે છે મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર ના ટ્રેડો ચાલતા હોય છે વિદ્યાર્થીઓ તેનું શિક્ષણ મેળવી રોજગારી મેળવતા હોય છે સંસ્થા ખાતે 2019 થી કોમ્પ્યુટર ડ્રાઇવિંગ લર્નિંગ લાઇસન્સ પણ ચાલુ છે સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષા લેવામાં આવે છે.
ફતેપુરા તાલુકાના વાઘ વડલાના ભાવિનભાઈ એ કોમ્પ્યુટર ડ્રાઇવિંગ લાઇસન્સ ના 3000 રૂપિયા લેવામાં આવ્યા છે. ત્યારે સુપરવાઇઝર ઇન્સ્પેક્ટર તેજલ પટેલે જણાવ્યા મુજબ 3000 નહીં પણ સાથે જ લેવામાં આવે છે ત્યારે લીમખેડા આઈટીઆઈ કોલેજના પ્રિન્સિપલ પી. ડી. ચારેલે જણાવેલ કે આમાં કોઈ તથ્ય નથી અને આ બાબતે મને ખબર નથી તેમ જણાવ્યું હતું.