- હમ કથા સુનાતે રામસકલ ગુણધામ કી યે રામાયણ રે પુણ્ય કથા શ્રીરામ કી
- પોથીયાત્રાથી શરૂ થયેલી રામગંગામાં ભાવિકોને રસ તરબોળ કરાવતા ભુપેન્દ્રભાઈ પંડયા
વિશ્ર્વનું સૌથી મોટું લોહાણા મહાજ અને અઢી લાખ જેટલા રઘુવંશીઓની માતૃ સંસ્થાથી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા. ર1 મે થી ર9મી મે દરમ્યાન શ્રી રામનગરી ચૌધરી હાઇસ્કુલ મેદાન રાજકોટ ખાતે સાંજે 4.30 થી 8.30 દરમ્યાન શ્રી રામકથાનું અલૌકિક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય વકતા તરીકે આંતર રાષ્ટ્રીય ક્ષેત્ર માનતા ધરાવનાર પૂ. ભુપેન્દ્રભાઇ પંડયા વ્યાસાસને બીરાજીને ભાવિકો પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.
શ્રીરામ કથાનું જાજરમાન, રાજવાડી ઠાઠ સાથે વિશાળ પોથીયાત્રા શનિવારે ર1મી ને ના રોજ પંચનાથ મંદિરથી રામનગરી ચૌધરી હાઇસ્કુલ મેદાન રાજકોટ સુધી નીકળી હતી રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ શ્રી રામકથામાં પોથીયાત્રાએ શહેરીજનોમાં ભારે ઉત્સાહ જણાવ્યું હતું. અને પોથીયાત્રાના સમગ્ર રૂટ ઉપર પોથીયાત્રાને આવકારવા લોકો મેદની ઉમટી હતી.
ઐતિહાસિક પોથીયાત્રામાં વિન્ટેજકાર ઘોડાગાડી સાથેનો શણગાયેલ રથ, મોડીફાઇડ જીપ મસીડીસ, બી.એમ.ડબલ્યુ, રેન્જ રેવર, લકર્યુરીયસ ગાડીઓ સહિતની અન્ય ગાડીઓ અને સેંકડો ટુ વ્હીલર્સ અને હજારો લોકો વાજતે ગાજતે પોથીયાત્રામાં જોડાયા હતા. અને ફટાકડાના ધુમધડાકા સાથે યંગસ્ટર્સ સમગ્ર રૂટ ગજાવી દીધો હતો. સમગ્ર જ્ઞાતિમાં આનંદના ઘોડાપુર સાથે શ્રીરામ ભકિતનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
પોથીયાત્રાના આખા રૂટ દરમ્યાન ઢોલ-નગારા ડી.જે. રાસ ગરબાની રમઝટ બોલવી હતી. સતત શ્રી રામ જય રામના નાદ સાથે કેસરી ધજા અને ટ્રેડીશ્નલ ડ્રેસ સાથે આવેલ રામ ભકતોએ ભારે આકર્ષક જગાવ્યું હતું.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, કોર્પોરેટર મનીષભાઇ રાડીયા અને દક્ષાબેન વસાણી તેમજ વિક્રમભાઇ પુજારા, દીનેશભાઇ કારીયા, કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, રાજકોટ લોહાણા મહાજનનો પ્રમુખ રાજુભાઇ પોબારુ કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ઇન્દુબેન ઠકકર, એડવોકેટ રીપનભાઇ ગોકાણી, નવીનભાઇ ઠકકર સહીતના લોહાણા અગ્રણીઓ જોડાયા હતા.
રામનગરી ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે પહોચ્યા બાદ હજારો જ્ઞાતિજનો હાજરીમાં પોથી વિધિવત સામૈયું કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે પોથીને વ્યાસપીઠ સુધી લઇ જવાય હતી. વ્યાસપીઠ ઉપર પોથી પધરામણી બાદ ભુપેન્દભાઇ પંડયા દ્વારા પોથીનું પુજન કરવામાં આવ્યું હતું. ગ્રંથનું પુજન દરમ્યાન વિદ્વાન શાસ્ત્રી હિરેનભાઇ ત્રિવેદી, સ્વામી નારાયણ સંપ્રદાયના રાધારમણ સ્વામીજી અને ભકત વનિત વત્સલ સ્વામીજી પણ જોડાયા હતા.
શ્રીરામકથા મુખ્યવકતા અને દેશ વિદેશમાં ખુબ મોટી નામના ધરાવનાર પૂ. ભુપેન્દ્રભાઇ પંડયા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોાબારુ સહિતની સમગ્ર ટીમને આશીર્વાદ આપીને કથા મંડપમાં હાજર રહેલા વ્યાસપીઠ ઉપરથી દીપ પ્રાગટય કરી ઐતિહાસિક શ્રી રામકથા નો પ્રારંભ કરાયો હતો.
રામકથાના પ્રથમ દિવસથી જ હજારો ભકતો ઉમટી પડયા હતા. હજારો લોકોએ એક સાથે શિસ્ત બઘ્ધ રીતે પ્રસાદ લઇને જ્ઞાન એકતાનું અદેશરૂ ઉદાહરણ પુરુ પાડયું છે.
કોર્પોરેટ ટચ સાથે યોજાયેલ રામકથાને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજન ના પ્રમુખ રાજુભાઇ પોબારુ, કારોબારી પ્રમુખ નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉ5પ્રમુખ યોગેશભાઇ પુજારા, મંત્રી રીટાબેન કોટક અને ડો. હિમાંશુ ઠકકર, ધવલભાઇ ખખ્ખર ટ્રસ્ટીઓ ડો. પરણભાઇ દેવાણી, તેમજ તમામ મહિલા મંડળો જલારામ સેવા સમિતિ સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
મોક્ષાતુર આત્માઓને ચોકકસ મોક્ષ પ્રાપ્તીની શ્રઘ્ધા સાથે રામની કથા સફળ થશે: રાજુભાઈ પોબારૂ
લોહાણા મહાજન દ્વારા ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં રામકથાના પ્રારંભે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુ પોબારુ એ જણાવ્યું હતું કે જ્ઞાતિ અને સમાજ વચ્ચે રહી સામાજીક, શૈક્ષણીક સેવાકીય તબીબી સાંસ્કૃતિક કાર્યો કરીને સતત સમાજ સેવા કરતી રહેવી એ જ રાજકોટ લોહાણા મહાજન નું મુખ્ય કાર્ય છે.
રાજકોટ લોહાણા મહાજન હસ્તક રહેલી જ્ઞાતિની વાડીઓ, અતિથિ ગૃહો કોમ્યુનીટી હોલ તમામ પ્રોપટી ઓ ખુબ સારી રીતે જ્ઞાતિ સેવાના કાર્યોમાં નીમીત બની રહી છે. તેનો આનંદ છે આ તકે રાજુભાઇ પોબારુએ રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ દાનવીર દીર્ધદ્રષ્ટા સ્વ. જયંતિભાઇ કુંડલીયાને પણ યાદ કર્યા હતા. શ્રીરામકથા સમગ્ર રાજકોટના ઇતિહાસમાં ‘ન ભૂતો ન ભવિષ્યતી’ સૂત્રને સાર્થક કરશે તેવો દઢ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. રામકથામાં દાતાઓ તરફથી મળેલ દાન એક એક પૈસો જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યોમાં વપરાશે તેવો કોલ રાજુભાઇ પોબારુએ આપ્યો છે.
કપરા અને આપત દુ:ખદ કોરોના કાળ દરમ્યાન હજારો લોકોના જીવ સિવીલ હોસ્પિટલની પાસે આવેલી ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે અકાળે પ્રભુના ધામમાં પહોચ્યો, શ્રી રામનગરી ખાતે રામકથાનું આયોજન કરવાથી મોક્ષ ન પામી શકેલા તમામ આત્માનેઓને ચોકકસપણ મોક્ષ પ્રાપ્ત થઇ જશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.