- ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે પરિક્ષા કેન્દ્રનો કરાયો પ્રારંભ
- એસ.એમ. દવે હાઇસ્કુલ ખાતે પ્રથમ વર્ષે ધોરણ 10 નું પરીક્ષા કેન્દ્ર મંજુર
- સરપંચ દર્શન ભરવાડ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
લીંબડી કેળવણી મંડળ સંચાલિત એસએમ દવે હાઇસ્કુલ શિયાણી ખાતે પ્રથમ વર્ષે ધોરણ 10 નું પરીક્ષા કેન્દ્ર મંજુર થતાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે પરિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. આ ઉપરાંત આ કેન્દ્ર શરૂ થતા હવે શિયાણી, નાના ટિંબલા, નાની કઠેચી, રાણાગઢ પરનાળા અને જાંબુ ગામના વિદ્યાર્થીઓને તાલુકા મથક સુધી ધોરણ 10ની પરિક્ષા આપવા માટે દુર નહી જવું પડે. આ દરમિયાન કાર્યક્રમમાં સરપંચ દર્શન ભરવાડ, તાલુકા ડેલીગેટ ખેંગારસિંહ બોરાણા, મહામંત્રી ગોવિંદ લકુમ, તેમજ તમામ શાળાના આચાર્ય અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
અનુસાર માહિતી મુજબ, હવે શિયાણી ઉપરાંત નાની કઠેચી, રાણાગઢ, પરનાળા, જાંબુ, નાના ટિંબલા ગામ ના 450 થી વધુ વિદ્યાર્થીઓને SSC ની પરિક્ષા આપવા તાલુકા મથક દુર નહી જવું પડે.
લીંબડી કેળવણી મંડળ સંચાલિત એસ.એમ દવે હાઇસ્કુલ શિયાણી ખાતે પ્રથમ વર્ષે ધોરણ 10નું પરીક્ષા કેન્દ્ર મંજુર થતાં SCC બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થતા જ ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે આ પરિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. આ કેન્દ્ર શરૂ થતા હવે શિયાણી ઉપરાંત નાના ટિંબલા, નાની કઠેચી, રાણાગઢ પરનાળા અને જાંબુ ગામના વિદ્યાર્થીઓને હવે તાલુકા મથક સુધી ધોરણ 10ની પરિક્ષા આપવા માટે લાંબુ થવું નહિ પડે.
આ પ્રસંગે સરપંચ દર્શન ભરવાડ, તાલુકા ડેલીગેટ ખેંગારસિંહ બોરાણા, મહામંત્રી ગોવિંદ લકુમ, તેમજ તમામ શાળાના આચાર્ય અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને ધોરણ 10ના બાળકોને શુભેચ્છા પાઠવીને મોં મીઠું કરાવીને, પુષ્પ આપીને સુંદર રીતે પરીક્ષા સફળતાથી પ્રાપ્ત કરે તે માટેની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત શાળાના આચાર્ય ડો. હિતેશ પંડ્યા દ્વારા દરેક બાળકોને શાંતિથી અને નિર્ભય બનીને પરીક્ષા આપવા માટેની શુભકામના પાઠવી હતી.
અહેવાલ : અશ્વિનસિંહ રાણા