નીલકંઠ વિદ્યાલય દ્વારા વિરાંજલી યાત્રામાં લીંબડી દેશભક્તિના રંગે રંગાયું ત્રણ કલાકમાં દોઢ લાખથી વધુ રકમ નો ફાળો એકત્ર કર્યો. મા ભોમની રક્ષા કરતા 49 વીર જવાનો એ સહાયતા ગામોગામ જવાનોના આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ થઈ રહ્યા છે અને આંતકવાદીઓને ઠાર મારવાની માંગ પ્રબળ બની છે.
ત્યારે લીંબડી શહેરની નીલકંઠ વિદ્યાલયના ધોરણ 11 થી 12 ના બાળકો વીર જવાનોને આનંદ સાથે લીંબડી શહેરની મુખ્ય બજારમાં ફરતા લીંબડી શહેરના તમામ વેપારીઓએ સ્વયંભૂ ઉધાર હાથે ફાળો આપવામાં આવ્યો હતો વિરાંજલી યાત્રામાં લીંબડીના તમામ રાજકીય પક્ષો જોડાયા હતા.લીંબડી શહેરમાં ત્રણ કલાકમાં દેશભક્ત વેપારીઓ દ્વારા દોઢ લાખથી વધુ રકમ દાન કરી પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.