ગુજરાત રાજ્ય પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ના માર્ગદર્શન નીચે કરવમાં આવ્યું.હાલ માં સમગ્ર ભારતમાં કોરોના વાઇરસ ના મહારોગના ભરડા માં લોકો આવી ગયા છે. જ્યારે ગુજરાત ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સતત લોકોની ચિંતા કરી રહિયા છે.
ગુજરાત સરકાર ના મનરેગા યોજના અંતર્ગત લીંબડી તાલુકા ના બોરણા ગામમાં તળાવ ઊંડું કરવા માટે લીંબડી ના પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અથાગ પ્રયત્ન થી આ કામ કરવામાં આવી રહ્યું છે
બોરણા ગામને સુજલામ સુફલામ માં પસંદગી કરવામાં આવેલ છે.
આ મનરેગા યોજના હેઠળ લોકોને રોજગારી કામ મળી રહે તે માટે આ તળાવ માં પાણી સંગ્રહ માટે ઊંડું કરવાનું કામગીરી હાથ ધરવામાં આવી છે.
અને લીંબડી મોટા મંદિર તરફથી તળાવ ઊંડું કામ કરતા દરેક મજૂરો ને ચણા નું શાક, સુખડી, છાશ, વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ નિમિતે લીંબડી મોટા મંદિર મહંત શ્રી લાલદાસજી બાપુ, લીંબડી ના માજી. ધારાસભ્ય કિરીટ સિંહ રાણા, લીંબડી તાલુકા પંચાયત ના માજી.ઉપપ્રમુખ કૃષ્ણસિંહ રાણા, લીંબડી ના ઇન્ચાર્જ ડેપ્યુટી કલેકટર મહાવીરસિંહ ઝાલા, બોરણા ગામના દિલાવરભાઈ મુલતાની, કાળુભાઇ રાઠોડ, હર્ષસિંહ રાણા, અને ગામ ના દરેક સમાજ આગેવાનો, સામાજિક કાર્યકરો, અને ગ્રામજનો મોટી સંખ્યામાં ભાઈ – બહેનો ઉપસ્થિત રહિયા હતા.
સાથે સાથે બોરણા ગામ માં આવેલ સ્માસન ગૃહનું નવ નિર્માણ બોરણા ગામ ના શિવશક્તિ યુવા ગ્રુપ ના કાર્યકરો દ્વારા ફાળો એકત્રિત કરીને આ કામ કરવામાં આવેલ છે.