જમ્મુ-કાશ્મીર માસ રમઝાન માસ દરમિયાન કોઇ હિંસક બનાવ ન બને તે માટે સરકાર દ્વારા સેનાની સીઝફાયર નો હુકમ આપવામાં આવ્યો છે ત્યારે વારંવાર આતંકી હુમલા તેમ જ સ્થાનિક દ્વારા સેના પર પથ્થરમારો કરવાની ઘટના બની રહી છે તેના વિરોધમાં વિરોધમાં આજે લીંબડી  હિન્દુ ફાસ્ટ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું. સરકાર દ્વારા સીઝફાયર હુકમ આપી સૈનિકોના હાથ બાંધી દેવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ આંતકી હુમલામાં સૈનિકો શહીદ થઈ રહ્યા છે.

તેમજ ત્યાંના સ્થાનિકો દ્વારા અવાર-નવાર સેના પર પથ્થરમારો કરાઇ રહ્યો છે ત્યારે આવી પથ્થરમારાની ઘટના રોકવામાં આવે અને જવાબદાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.  તે માટે લીંબડી તાલુકા સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે કિશોરસિંહ રાણા, હરજીભાઈ દલવાડી, મનહરભાઈ ચાવડા, યોગેન્દ્રસિંહ રાઠોડ, પ્રતીક શેઠ નવીનભાઈ ભરવાડ હાર્દિકભાઈ સોની, અમિત પ્રજાપતિ, હાર્દિકભાઈ મકમપરાં, ઘનશ્યામભાઈ ખાંદલા તેમજ અન્ય કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.