- દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ
- મંદિરમાં પતરાના સેડમાં માધ્યમિક શાળા ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો
- બિલ્ડીંગના અભાવે તળાવની પાળે આવેલ મંદિરની જગ્યામાં બાળકો કરે છે અભ્યાસ
લીંબડી ના દેવપરા ગામે છેલ્લા ત્રણ વર્ષથી ગામના તળાવની પાળે મંદિરમાં પતરાના સેડમાં સરકારી માધ્યમિક શાળાના ચલાવામાં આવતી હોવાના આક્ષેપો કરાયા છે. રાજ્ય સરકારે દેવપરા ગામને અધ્યતન સરકારી માધ્યમિક હાઇસ્કૂલની મંજૂરી આપી દીધી છે. તેમજ શાળાના નિર્માણ માટે જમીન પણ ફાળવી દીધી છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી બાળકો શાળાના બિલ્ડીંગની સુવિધાના અભાવે તળાવની પાળે આવેલા રાંધળી માતાજીના મંદિરે ભોજનશાળાની પતરાના શેડ નીચે અભ્યાસ કરતા હોવાનું જણાવાયું છે. રાજકીય, સામાજિક કાર્યકર મયુર સાકરીયા અને અર્જુન ભડીયાદરા તથા ગ્રામજનોએ દેવપરામા મંદિર પટાંગણમાં શાળાના નિર્માણ માટે સામાન્ય સભા બોલાવી હતી. તેમજ આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી અને જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. અને શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ કરી છે.
લીંબડી ના દેવપરા ગામે છેલ્લા ત્રણ વર્ષથી ગામના તળાવની પાળે મંદિરમાં પતરાના સેડ માં ચાલતી સરકારી માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ ને મંજૂર થયેલી નવી હાઇસ્કૂલ ક્યારે મલશે…
ભાલપંથક નુ દેવપરા ને પ્રાથમિક શાળાનું પાકુ બિલ્ડીંગ છે. રાજ્ય સરકારે દેવપરા ગામને અધ્યતન સરકારી માધ્યમિક હાઇસ્કૂલ ની મંજૂરી આપી દીધી ગામે શાળાના નિર્માણ માટે વિશાળ જમીન પણ ફાળવી દીધી છે. અને ધોરણ 9 અને 19 નો અભ્યાસક્રમ પણ ચાલુ થઈ ગયો પરંતુ છેલ્લા 3 વર્ષ થી આ ગામના બાળકો શાળાના બિલ્ડીંગ ની સુવિધા ના અભાવે દેવપરા ગામે તળાવની પાળે આવેલા રાંધળી માતાજી ના મંદિરે ભોજનશાળા ની પતરાના શેડ વાળી ઓસરીમાં ધોરણ 9-અને 10 ના વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવા આશરો લેવો પડ્યો છે.
રાજકીય સામાજિક કાર્યકર મયુર સાકરીયા તથા અર્જુન ભડીયાદરા તથા ગ્રામ્યજનો એ દેવપરા મા મંદિર પટાંગણમાં શાળા ના નિર્માણ માટે સામાન્ય સભા બોલાવી હતી અને રાજ્ય ના શિક્ષણ મંત્રી અને જિલ્લા કલેકટર ને પતરાના શેડ મા અભ્યાસ કરતા દેવપરાના બાળકો ની સ્થિતિ અંગે વાકેફ કરતી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અને જો વહેલી તકે સરકારે શાળા ના બિલ્ડીંગ નુ નિર્માણ નુ કાર્ય હાથ નહિ ધરે તો ગામ લોકો એ શિક્ષણાધિકારી ની કચેરી સામે છાવણી નાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. જ્યારે બાળકો એ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
અહેવાલ : અશ્ચિનસિંહ રાણા