- હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા ખોટા નામથી પેમ્પલેટ કર્યા વાયરલ
- કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડતી લિંબાયત પોલીસ
- જમાઈ ને બદનામ કરવા માટે સસરા એ કર્યું હતું કાવતરું
સુરતમાં હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા ખોટા નામથી પેમ્પલેટ વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે લિંબાયત પોલીસ કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડવામાં આવ્યો હતો. જેમાં જમાઈ ને બદનામ કરવા માટે સસરા એ કાવતરું કર્યું હોવાનું સામે આવ્યું હતું. તેમજ ધર્મના નામે ગેરમાર્ગે દોરવા માટે ટ્યુશન ક્લાસીસના પોસ્ટર વાયરલ કર્યા હતા. જેમાં ” ફક્ત મુસ્લિમોં નેજ દાખલ આપવામાં આવશે અમારા કામ જગાડવાનું છે,જાગો કે ન જાગો ” તેવું લખેલું હતું. ત્યારે સમગ્ર મામલે લીંબાયત પોલીસે સસરા સામે ગુનો નોંધ્યો હતો તેમજ પોલીસે સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ સુલેમાન શેખની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, સુરતમાં હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા ખોટા નામથી પેમ્પલેટ વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે લિંબાયત પોલીસ કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડવામાં આવ્યા હતા. તેમાં જમાઈને બદનામ કરવા માટે સસરાનું કાવતરું કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન ધર્મના નામે ગેરમાર્ગે દોરવા માટે ક્લાસીસના પોસ્ટર વાયરલ કર્યા હતા.
જેમાં ” ફક્ત મુસ્લિમોં નેજ દાખલ આપવામાં આવશે અમારા કામ જગાડવાનું છે,જાગો કે ન જાગો” તેવું લખેલું હતું. ત્યારે સમગ્ર મામલે લીંબાયત પોલીસે સસરા સામે ગુનો નોંધ્યો હતો. તેમજ પોલીસે સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ સુલેમાન શેખની ધરપકડ કરી હતી. આ દરમિયાન આરોપી સસરા સુલેમાન શેખ સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય