આપઘાત કર્યા કે ફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યો તે દિશામાં શંકાસ્પદ શખ્સોની પુછપરછ

લીંબડીમાં સોની સમાજના યુવાનનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો લીંબડી શહેરના આચાર્ય પા શેરીમાં રહેતા સોની સમાજના યુવાનનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં ઘરેથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મૃતક પાસેથી મળેલી ડાયરીમાં 7 નામ લખેલા મળી આવ્યા છે. યુવાનની હત્યા થઈ કે આત્મહત્યા કરી તે કારણ બહાર આવ્યું નથી.

લીંબડી શહેરની શાકમાર્કેટ પાછળ આવેલા આચાર્ય પા શેરીમાં રહેતા 20 વર્ષીય જયમીનભાઈ વસંતભાઈ સોનીનો ઘરેથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જયમીનના મૃતદેહને પીએમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.

જયમીનના મૃત્યુના સમાચાર સાંભળીને સોની સમાજના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા. જયમીને આત્મહત્યા કરી કે તેમની હત્યા કરવામાં આવી? તે કારણ હજુ અકબંધ છે. જયમીન પાસેથી એક ડાયરી મળી આવી છે. જેમાં 7 લોકોના નામ લખેલા છે.

જયમીનના મૃત્યુ પાછળ ડાયરીમાં લખેલા નામના લોકો જવાબદાર છે કે નહીં તે તો પોલીસ તપાસ બાદ ખબર પડશે. પરંતુ જયમીને આત્મહત્યા કરી તો ક્યા કારણોસર? પરિવારમાં ઘર્ષણ કે પૈસા ઉઘરાણીનું દબાણ? અનેક વણઉકેલા સવાલોએ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. મૃતકે છરી મારી હતી 7 માર્ચે લીંબડી શાકમાર્કેટમાં પૈસાની લેતીદેતી બાબતે જયમીને શાકભાજીના વેપારી મુન્ના દલવાડીને સાથે ઝઘડો કરી તેના પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.