-
ઝાલાવાડમાં વ્યાજખોરી ને ડામવા પોલીસ તંત્ર આવ્યું મેદાનમાં
-
લીંબડીમાં પોલીસ ડીવિઝન કચેરી દ્વારા વ્યાજ ખોરી સામે જાગૃતિ રેલી યોજાઇ
-
રેલીમાં પીલીસ કર્મીઓ સાથે બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ જોડાયા
લીંબડી ન્યુઝ: લીંબડી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજ વટાવના કારણે અનેક લોકો હિજરત કરી રહ્યા છે. દર મહિને એક પરિવાર અન્ય કોઈ ને કોઈ બહાને લીંબડી છોડી જઇ રહ્યા છે. ત્યારે બેખોફ બની વ્યાજખોરોના ગાળિયામાં ફસાઈ પાયમાલ બનતા સામાન્ય અને શ્રમજીવી લોકોને બચાવવા રાજ્ય સરકાર ગૃહ વિભાગ દ્વારા અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત લીંબડી પોલીસ વિભાગીય ડીવિઝન કચેરી દ્વારા વ્યાજખોરી ને ડામવા લોકોમાં જાગૃતિ લાવવા હેતુ થી પથસંચલ રેલી યોજાઇ હતી.
વ્યાજ ખોરી સામે જાગૃતિ રેલીનું આયોજન
શહેર ના સામાન્ય ફેરીયાઓ, શ્રમજીવીઓ તથા આમ નાગરિક આ કાળઝાળ મોંઘવારીમાં કુટુંબની ઓછી આવકમાં કોઈ કારણો સર માથાભારે વ્યાજખોરોના વ્યાજના વિષચક્રમાં ફસાયા બાદ તે ઉંચા વ્યાજ દરના ચક્કરમાં પાયમાલ થતો જાય છે. અને અંતે તેને પ્રોપર્ટી વેચી ગામ મુકવુ પડે છે અથવા તો ઝેરી દવા ગટગટાવવાનો વારો આવે છે. કમરતોડ બેફામ વ્યાજ વસુલાત કરતા તત્વો પાસે થી વ્યાજે નાણાં લેવા કરતાં સ્થાનિક રાષ્ટ્રીયકૃત અને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલી બેંકો સાથે નાણાંકીય વ્યવહાર કરવા આ રેલીમાં વિસ્તૃત જાણકારી આપવામાં હતી. લીંબડી DYSP વી.એમ. રબારીની આગેવાનીમાં નીકળેલી આ રેલીમાં CPI એચ.જે. પુવાર, સીપીઆઈ વલવી, પીએસઆઇ જી એમ મહેશ્વરી, PSI એચ. એચ. જાડેજા સહિત પોલીસ સ્ટાફ તથા શૈક્ષણિક સંસ્થાના બાળકો જોડાયા હતા અને વ્યાજ ખોરી બંધ કરો ના સુત્રચારો સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું.