પતિના આગલા ઘરનો છ વર્ષના પુત્રને ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારી મૃતદેહને સુટકેશમાં ફેંકી દીધો તો
સુરેન્દ્રનગર વકીલ મંડળે કેસ નહી લડવા ઠરાવ કરતા ચકચારી કેસ લીંબડી કોર્ટમાં ટ્રાન્સફર કર્યો તો: ધાક બેસાડતો ચુકાદો
સુરેન્દ્રનગર શહેરમાં કૃષ્ણનગર વિસ્તારોમાં વર્ષ 2018 મા છ વર્ષીય ભદ્રેશ ની કૃરતા પુર્વક કરાયેલી કરપીણ હત્યા કેસે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ કેસ લીંબડી ની એડિશન સેસન્સ મા ચાલી જતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા ધ્યાને લઈ સાવકી માતા જીનલ શાંતિલાલ પરમાર ને આજીવન કેદની સજા ફટકારી સણસણતો ચુકાદો આપ્યો છે
સુરેન્દ્રનગર કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં રહેતા શાંતિલાલ કાંતિલાલ પરમારના રીમેરેજ થયા હતા. નવી પત્ની જિનલને તેનો સાવકો પુત્ર આંખ ના કણાની જેમ ખૂંચતો હતો.આ ઘટના છે વર્ષ 2018 ની સાલમાં એક દિવસ મોકો મળતાં જિનલે તેના પતિ ના આગળના ઘરના છ વર્ષીય પુત્ર ભદ્રેશ ને રૂમમાં લઈ જઈ પાયઝામા ની ચોયણી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી અને તેનો મૃતદેહ સુટકેસમાં ભરી રૂમમાં છુપાવી દેવાની ઘટના એ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી.
આ ચકચારી ઘટના નો કેસ સુરેન્દ્રનગર કોર્ટમાં નહીં લડવાની સુરેન્દ્રનગર વકીલ મંડળે ઠરાવ કર્યો હતો જેથી આ ચકચારી ઘટના નો કેસ લીંબડી કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
લીંબડી કોર્ટના સરકારી વકીલ વાય જે યાજ્ઞિક દ્વારા ધારદાર દલીલો કરવા આવી હતી સાથોસાથ દિલીપ કે પરમાર તથા એચ સી સીંગલ એડવોકેટ મુળ ફરિયાદી તરફે મદદનીશ કામગીરી કરી હતી. જે કોર્ટમાં ધારદાર દલીલો અને પોલીસ ઇન્વેસ્ટીગેશન અને પુરાવાઓ ને ધ્યાને લઈ ને અને ભવિષ્યમાં કોઈ અન્ય વ્યક્તિ આવી કૃરતાનો વિચાર ન કરી શકે એ હેતુથી લીંબડી એડિશન સેસન્સ કોર્ટના જજ એમ કે ચૌહાણે આ કેસમાં સાવકી માતા જીનલ શાંતિલાલ પરમાર ને આજીવન કેદની સજા ફટકારી સમાજ મા ફરી આવી ઘટના ન બને તે માટે ધાક બેસાડતો આજીવન કેદની સજા ફટકારી સણસણતો ચુકાદો આપ્યો હતો.