ઉત્તર પ્રદેશથી 8,328 બોટલ વિદેશી દારુ અને ટ્રક મળી રુા.44.31 લાખનો મુદામાલ કબ્જે
લીંબડીના સૌકા ગામની સીમમાં વિદેશી દારુનું કટીંક થાય તે પૂવે4 લીંબડી ડીવાય.એસ.પી.ની ટીમ દ્વારા દરોડો પાડી રુા.34.41 લાખની કિંમતની 8,328 બોટલ વિદેશી દારુ ભરેલો ટ્રક પકડી રુા.44.31 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. વિદેશી દારુની ડીલીવરી સંભાળવા આવેલા બે નામચીન બુટલેગર ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડી નજીક આવેલા સૌકા ગામની સીમાં યુ.પી.14એચટી. 1816 નંબરના ટ્રકમાં વિદેશી દારુની સપ્લાય કરવા આવ્યાની બાતમીના આધારે લીંબડી ડીવાય.એસ.પી. સી.પી.મુંધવા, એએસઆઇ રુપાભાઇ જોગરાણા, સત્યજીતસિંહ ચુડાસમા, મનિષભાઇ પટેલ, પૃથ્વીરાજસિંહ સોલંકી અને જગમાલભાઇ મેતાલીયા સહિતના સ્ટાફે મોડીરાતે દરોડો પાડયો હતો.
પોલીસના દરોડા દરમિયાન ટ્રકમાંથી રુા.34.31 લાખની કિંમતની 8,328 બોટલ વિદેશી દારુ મળી આવતા પોલીસે રુા.10 લાખની કિંમતનો ટ્રક કબ્જે કર્યો છે.
પોલીસ તપાસ દરમિયાન વિદેશી દારુ સૌકાના મયુરસિંહ પ્રવિણસિંહ ઝાલા અને શિવુભા ઇન્દુભા ઝાલાએ મગાવ્યાનું બહાર આવતા બંનેની શોધખોળ હાથધરવામાં આવી છે.