પોલીસે બન્ને પક્ષે સામ સામી ફરીયાદ નોંધી
જાંબુ ગામે મૈત્રી કરારથી થયેલા લગ્નનુ મનદુ:ખ રાખી હથિયારો સાથે ધસી આવેલા ટોળાએ હુમલો કરી માર માર્યાની પાણશીણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાણશીણા પોલીસ સ્ટેશનેથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી તાલુકાના જાંબુ ગામે રહેતા અનિલભાઈ કાનાભાઇ મકવાણા બહેને એમના ગામના જ જીતેન્દ્રભાઇ મકવાણા સાથે લગ્ન કરેલાં હોય એ સબંધ નુ મનદુ:ખ રાખી નાનજીભાઇ જીતેન્દ્રભાઇ નાનજીભાઇ મકવાણા, કાંતિભાઈ નાનજીભાઇ મકવાણા, મહેશભાઈ નાનજીભાઇ મકવાણા વગેરે હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ઈંટનો ઘા કરતા વાંસામાં વાગ્યો હતો જ્યારે છોરીયા વડે તથા લાકડી વડે હુમલો કર્યાની પાણશીણા પોલીસ સ્ટેશને નોંધાઇ છે તો સામા પક્ષે પણ કાનજીભાઈ નાનજીભાઇએ પણ અનિલભાઈ કાનાભાઈ તથા કાનાભાઇ વાલાભાઇ, કરશનભાઇ મકવાણા, બળદેવભાઇ કાનાભાઇ વિરુદ્ધ મારામારીની ફરીયાદ નોંધાવતાં પાણશીણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.