મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગાંધીધામને જનસુવિધા વૃદ્ધિ કામની ભેટ
ફાટકમુકત ગુજરાતની નેમ સાથે રેલવે ઓવરબ્રિજ અને અંડરબ્રિજના 30 કામો માટે રૂપિયા 890 કરોડના પ્રોજેકટસને સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કચ્છનાગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજના નિર્માણ કામ માટે કુલ 59.25કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે.
તદઅનુસાર, મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આફ્લાય ઓવરબ્રીજના જનસુવિધા વૃદ્ધિ કામની ભેટ ગાંધીધામ નગરને આપી છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ફાટકમુકત ગુજરાતની નેમને સાકાર કરતાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના કુલ 30 પ્રોજેકટ માટે રૂ. 890 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગુજરાતના નગરો-મહાનગરોમાં આવા રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના વિવિધ કામો માટે નગરપાલિકાઓ માટે કુલ 78 કરોડ રૂપિયા તેમજ મહાનગરપાલિકાઓ માટે પણ 78 કરોડ રૂપિયા મળી સમગ્રતયા 1પ6 કરોડ રૂપિયાની જોગવાઇ ર0ર1-રરના વર્ષ માટે કરવામાં આવી છે.