ખેત મજુરીએ આવેલા દાહોદના શખ્સોની સંડોવણી ખુલ્લી: એકની શોધખોળ

અબતક, પ્રદિપ ઠાકર

અમરેલી

લીલીયાના  નાના રાજકોટ ગામે બનેલી લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલતી અમરેલી એલસીબીએ બે શખ્સોને લૂંટમાં ગયેલ રોકડ સાથે પકડી સાથે એલસીબી ટીમએ ધરપકડ કર્યાની  અમરેલી એસ.પી હિમકર્સિહે પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી . આરોપીઓ ચાર વર્ષ પહેલા ભોગ બનનાર ના ઘરે ખેતી કામ કરવા આવેલ હતા તેઓએ જ લૂંટ અને હત્યા કરી હોવાનો સનસની ભેર થયો ખુલાસો…

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે લખમણભાઇ વિરજીભાઈ વાડદોરીયા ઉંમર વર્ષ 72 પોતાના પત્ની નબુબેન ઉંમર વર્ષ 68 સાથે એકલા રહેતા હતા અને ખેતી કામ કરતા હતા ગઈ તારીખ 13/9/2022 ના રાત્રી દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા ત્રણ આરોપીઓએ લક્ષ્મણભાઈ ના ઘરમાં ચોરી લૂંટ કરવાના ઇરાદે પ્રવેશ કર્યો હતો આ દરમિયાન લક્ષ્મણભાઈ તથા તેમના પત્ની નબુબેન જાગી જતા આરોપીઓએ લખમણભાઈ તથા તેમના પત્ની ને લાકડાના ધોકાઓ વડે માથામાં અને શરીર પર આડેધડ માર મારી લખમણભાઈનું સ્થળ પર મોત નીપજાવી નબુબેનને મરણતોલ ઈજાઓ કરી તેમના ઘરમાંથી આશરે રોકડા રૂપિયા 10,000 તથા ડ્રીમ યુગા મોટરસાયકલ રજીસ્ટર નંબર જીજે 14 એ એચ 6990 કિંમત રૂપિયા 35000 મળી કુલ રૂપિયા 45,000 ની લૂંટ કરી નાસી ગયેલ જે અંગે લખમણભાઈ ના દીકરા નરેશભાઈ લખમણભાઈ વાડદોરીયા રહેવાસી નાના રાજકોટ હાલ સુરત વાળાએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લીલીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી

Screenshot 20221001 165615 Gallery

જેને લઇને લીલીયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી એમ.ડી. ગોહિલ નાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન આરોપીઓએ ભોગ બનનાર ના ઘરેથી સોનાની બંગડીઓ, સોનાની માળા, સોનાનો ચેન તથા રોકડા રૂપિયા 90,000 મળી કુલ કિંમત રૂપિયા 1,90,000 ની લૂંટ ચલાવવાની ફરીયાદ નોંધાઇ હતી.

નગર રહેજે અશોકકુમાર તથા અમરેલી પોલીસ અધ્યક્ષ ઇન્કરસિંહ સાહેબના કડક સૂચનો અને માર્ગદર્શન નીચે નાસી જનાર અજાણ્યા આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કરવા માઈફ પોલીસ અધ્યક્ષ જેપી ભંડારી ના સુપરવિઝન હેઠળ અમરેલી પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજ વીજ હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને અજાણ્યા આરોપીઓ અંગે સદન તપાસ કરવામાં આવેલ શકદારોને ચેક કરવામાં આવેલ ગુના વાળી જગ્યાઓની આજુબાજુમાં રહેતા રહીશો તથા ભોગ બનનાર દંપતીના સગા વહાલાઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ ગુનો બનવા પાછળના કારણ અંગે પણ તપાસ કરવામાં આવી હતી અંગત બાદમીદારો અને ટેકનિકલ સ્ટોર્સ દ્વારા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવી હતી આરોપીઓ ગુનાને અંજામ આપી નાસી જતી વખતે આરોપીઓ જે રસ્તાઓનો ઉપયોગ કરી શકે તેવા સંભવિત તમામ રસ્તાઓ પરના સીસીટીવી ફૂટેજ નહી તપાસ અને અભ્યાસ પણ કરવામાં આવેલ હતો.

આ ગુનાના આરોપીઓની તપાસ કરતા ટીપુ ક્ધયાભાઈ ઉર્ફે કનુભાઈ બામણીયા (ઉ.વ.22) રહે રહ્યા પણ તાલુકો રાધનપુર જીલ્લો દાહોદ અને પ્રકાશ ઉર્ફે સૂર્ય ગુરુજી રાવત (ઉ. વ. 25) રહેવાસી જેતપુર કાચલા ફળિયુ તાલુકો લીમખેડા જીલ્લો દાહોદ આમ બે આરોપીઓ જે પહેલા લક્ષ્મણભાઈ વાડોદરિયા ના ઘરે આજથી ચાર વર્ષ પહેલા કામ કરતા હતા જેને રૂપિયા 23 હજાર રોકડા સાથે પકડી પાડીલ છે જેની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલા જ્યારે એકમુખ્ય સૂત્રધાર આરોપી પુનિયા સવાલા ગણાવા હજી ફરાર છે જેને પકડવા માટે અમરેલી પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.