કેન્દ્રીય મંત્રી પુરૂસોતમભાઈ રૂપાલા દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે પ્રયત્નો હાથ ધરાયા

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના લીલીયા મોટા ગામની સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ કેન્દ્રીય મંત્રી પુરૂસોતમભાઈ રૂપાલાએ પસંદગી કરી છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ સાંસદને પાંચ મોડેલ ગામની પસંદગી કરવાની હોય છે. સાંસદના કાર્યકાળ દરમિયાન પાંચ વર્ષમાં દર એક વર્ષે એક ગામની પસંદગી થાય છે. આ મોડેલ ગામમાં વિવિધ ક્ષેત્રે વિકાસ કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી હતી. જેના હેઠળ હવે અમરેલીનાં  લીલીયા મોટા ગામની પસંદગી કેન્દ્રીય મંત્રી પુરૂસોતમભાઈ રૂપાલાએ કરી છે.

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગીના કારણે લીલીયા મોટા ગામમાં હવે ઈન્ફાસ્ટ્રકચરને વિકસાવવામાં આવશે. ગ્રામ્ય ક્ષેત્રે સરકારની યોજનાઓની સરળતાથી અસરકારક અમલવારી થાય તે માટેના પગલા હવે સરળતાથી લઈ શકાશે. અગાઉ આ મુદ્દે મંત્રી નરેન્દ્રસિંહ તોમરને પત્ર લખાઈ ચૂકયો હતો. જેના અનુસંધાને હવે અમરેલીના લીલીયા મોટા ગામની પસંદગી થવા પામી છે.

ગત ઓકટોબરથી ડિસેમ્બર દરમિયાન મિશન અંત્યોદય સર્વે અને સબ કી યોજના સબકા વિકાસ યોજના અંતર્ગત વિવિધ સર્વે કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ થાય તેવા આયોજનો કેન્દ્ર સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવ્યા છે. સરકાર ગામડાઓમાં તમામ ક્ષેત્રે વિકાસ થાય તેવું ઈચ્છી રહી છે. જેના અનુસંધાને દરેક સાંસદને ૫-૫ ગામડાની જવાબદારી સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.