જામનગરમાં નેચરોપેથી માટે અત્યાધુનિક સાધનો તેમજ સુવિધાઓથી સજ્જ ક્યોર એન્ડ રિસર્ચ સેંટરનો આજથી કેન્દ્રિય મંત્રી પરષોતમભાઈ રૂપાલાના હસ્તે શુભારંભ કરાયો. હાલના સમયમાં એલોપેથિક દવાઓના વધતાં જતા ઉપયોગ અને તેની વિપરીત અસરોને ધ્યાને લઈ લોકો દિન પ્રતિદિન આયુર્વેદિક તથા પ્રાકૃતિક સારવાર તરફ વળી રહ્યા છે. જેમાં રોગો નું જડમૂળથી નિરાકરણ અને સારવાર લોકોને આકર્ષિત કરી રહ્યું છે.
આ બાબતોને ધ્યાને લઈ ઓસવાલ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરથી 12 કિલોમીટર દૂર “લીલાવતી નેચર ક્યોર એન્ડ રિસર્ચ સેંટર” નો કેન્દ્રિય મંત્રી પરષોતમભાઈ રૂપાલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું. જ્યાં રાહત દરે વિવિધ પ્રકારના રોગોથી પીડાઈ રહેલા તથા લાંબા સમયથી તકલીફ ભોગવતા દર્દીઓ સારવાર મેળવી શકશે. આ સેંટર ખાતે પ્રાકૃતિક સારવાર સાથે સાથે અધ્યાતન સાધનો દ્વારા વિવિધ પ્રકારની થેરાપી નિષણાંત તબીબો દ્વારા અપાશે..