આજના ડીજીટલ યુગમાં આપણે સૌ મોબાઈલ, લેપટોપ, નોટપેડ જેવા ઉપકરણો વધારે ઉપયોગમાં લઈએ છીએ. હાથ લખાણની પદ્ધતિ હવે ખૂબ ઓછી થઈ રહી છે. કોઈપણ લખાણ ડીજીટલ ટાઈપીંગથી કરવાનું વધારે પસંદ કરીએ છીએ. ડીજીટલ ઉપકરણો કાર્ય ક્ષમતામાં વધારો કરે છે પરંતુ તે બુદ્ધિક્ષમતા વધારી શકતા નથી. તાજેતરમાં જાપનની એક યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, લખવાની આદત આપણાં મગજને વધુ સતેજ બનાવી દે છે.
મગજ પૃષ્ઠવંશી શરીરમાં સૌથી જટીલ અંગ છે. મગજ બધી પૃષ્ઠવંશીમાં નર્વસ સીસ્ટમ કેન્દ્ર અને સૌથી અપૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે સેવા આપે છે. એક માનવ મગજનો આચ્છાદન આશરે 15-33 અબજ ચેતાકોષો છે. મગજ અને મનની તાકાતથી યાદશક્તિ વધારી શકાય છે. આપણે જે કંઈ સાંભળીએ કે જોઈએ છીએ તે બધું જ કેમિકલ અને ફિઝિકલ સ્ટીમ્યુલેશનની પ્રક્રિયાથી આપણી ઈન્દ્રિઓ સુધી પહોંચે છે. ટેકનિકલ ભાષામાં એને એનેકોડિંગ કહેવાય છે. એન્કોડ થયેલી અને ઈન્દ્રિય સુધી પહોંચેલી માહિતીનો સંગ્રહ પણ થાય છે.
પહેલા શિક્ષકો બાળકોને ખૂબ હોમવર્ક આપતાં. વારંવાર લખાવતા અને કહેતા… ‘લખતાં લહિયો થાય’ એટલે કે આ રીતે વારંવાર લખવાથી જલ્દી યાદ રહે. એકની એક વાત બે-ત્રણ દિવસના સમયાંતરે યાદ કર્યા કરવાથી લોંગટર્મ મેમરીમાં સંગ્રહિત થાય છે. મગજ એક વ્યાપક કાસ્ટિંગ અને પ્રાપ્ત કરવાનું કેન્દ્ર છે. ડીજીટલ ઉપકરણોની વધુ ઉપયોગ આજે બાળકોમાં પણ મોટી અસર ઉભી કરે છે. બાળકો હાથ લખાણની પ્રવૃતિને ખૂબ કંટાળાજનક માને છે. અમુક શાળાઓમાં પુસ્તકોની જગ્યાએ ‘ટેબલેટ’નો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ડીજીટલ ઉપકરણોનો ઉપયોગ કરનાર કરતાં હાથ લખાણ કરનાર લોકો 25% ઝડપથી યાદ કરીને કાર્ય પૂર્ણ કરી શકે છે.
હાથ લખાણ કરનાર લોકોમાં ભાષા અને કાલ્પનિક દ્રષ્ટિકોણનો વિકાસ જોવા મળી રહ્યો છે. ડીજીટલ ઉપકરણોની પદ્ધતિઓમાં સમૃદ્ધ અવકાશી વિગતો હોય છે. ડીજીટલ ટૂલ્સમાં એક સરખા સ્ક્રોલિંગ અપ અને ડાઉન હોય છે અને વેલપેજ પરની જેમ ટેકસ્ટ અને ચિત્રના કદની પ્રમાણિત ગોઠવણી હોય છે. પરંતુ જો તમને કાગળ પર છાપેલ કોઈ ભૌતિક પાઠ્ય પુસ્તક યાદ આવે, તો તમે તમારી આંખો બંધ કરી શકો છો અને ફોટાને એક તૃતીયાંશ કલ્પના કરી શકો છો.
સ્માર્ટ ફોનનો ઉપયોગ તમારી યાદશક્તિને ક્યાંકને ક્યાંક ઓછી કરી રહ્યું છે. માટે સ્માર્ટફોનનો ઉપયોગ ટાળવો જોઈએ. નવી યુવા પેઢીને પણ ડીજીટલ ઉપકરણોનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ. હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓનું મગજ હજી વિકસિત છે અને પુખ્ત મગજની તુલનામાં વધુ સંવેદનશીલ છે. સર્જનાત્મક થવા માટે અને મનની પ્રવૃતિઓ મજબૂત કરવા માટે હાથ લખાણ ઉપર જોર મૂકવું જોઈએ.
એક અભ્યાસમાં કુલ 48 સ્વયંસેવકો ઉપર પરીક્ષા દ્વારા જાણવા મળ્યું કે, જે સહભાગીઓએ કાગળ ઉપર લખનારાએ 11 મિનિટનો સમય લીધો હતો. ‘ટેબ્લેટ’ ઉપયોગ કરનારાએ 14 મિનિટનો સમય લીધો હતો. જ્યારે સ્માર્ટફોન ઉપયોગ કરનારાએ 16 મિનિટનો સમય લીધો હતો. ગતિમાં તફાવત યાદમાં અથવા મગજમાં સંકળાયેલ એન્કોડિંગ સાથે સંબંધીત છે. કોઈ રચનાત્મકતા વધુ ફળદાયી બને જો પહેલા જ્ઞાનને મજબૂત શિક્ષણ સાથે સંગ્રહિત કરવામાં આવે અને મેમરીમાંથી સ્પષ્ટ રીતે પ્રાપ્ત કરવામાં આવે. કોઈપણ કળા, અથવા અન્ય સર્જનાત્મક કાર્યો માટે પણ ડીજીટલ પદ્ધતિઓને બદલે કાગળનો ઉપયોગ પર ભાર મુકવો જોઈએ.