અત્યાર સુધી થયેલા તમામ સેવાકીય કાર્યોની ચર્ચા કરાઈ અને સારા કાર્યોને બિરદાવવામાં આવ્યા
લાયન્સ કલબ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ૬૦ જેટલી લાયન્સ કલબો આવેલ છે. ૧૩ લાયન્સ અને ૧૨ નીયો કલબ છે જેમાં લગભગ ૩૦૦૦ જેટલા મેમ્બર સેવામાં જોડાયેલા છે. લાયન્સ કલબ દ્વારા ખોડખાપણ વાળા બાળકો વિધવા બેનો અને દિનદુખીયાની મદદ કરવામાં આવે છે. આ અંગે ૨૩મી ડિસેમ્બરે રાજકોટ રીજીયન-૩ની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ડિસ્ટ્રીકટ ગવર્નર ચંદ્રકાંત દફતરી પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે અબતક સાથેની વાતચીતમાં લાયન્સ કલબ સૌરાષ્ટ્ર-કચ્છ વહિવટી અધિકારી ચંદ્રકાંત દફતરીએ જણાવ્યું કે, ‘લાયન્સ કલબ’નું કામ લોકોની સેવા કરવાનું છે. ખાસ તો તેમનો મુખ્ય પ્રોજેકટ બહેરા મુંગા બાળકોનાં ઓપરેશનનો છે.
જેમાં ડો. વિનોદ ખંધાર નિ:શુલ્ક સેવા આપે છે રાજકોટ રીજીયન-૩ કે જેમાં બાર કલબો આવેલી છે. તેવોએ જે પણ ગતિવિધી કરી છે. તે બધા સમક્ષ રજૂ કરશે. કે જેથી લાયન્સ કલબની પ્રવૃત્તિથી તમામ લોકો માહિતગાર થાય.
રાજકોટ રિજીયન -૩ના ચેરપર્સન બિપીન મહેતા અબતક સાથેની વાતચીતમા જણાવ્યું કે જૂનથી જુલાઈ દરમિયાનની જે કંઈ સેવાકીય કામગીરી કરવામાં આવી છે તેના વિશે જાણ કરવા માટે અધિવેશનનું આયોજન કરવામાં આવે છે. ખાસ તો સેવાકીય કાર્યોને વધુને વધુ વેગ મળે તે તેમનો મુખ્ય હેતુ છે આ ઉપરાંત સારી કામગીરી કરનારને બિરદાવવામાં પણ આવશે.
ઓકીલો પ્લાસ્ટી સર્જન ડો. બકુલ વ્યાસ કે જેવો લાયન્સ કલબમાં આંખના દર્દીઓને નિ:શુલ્ક સેવા આપે છે. તેમણે અબતકને માહિતી આપતા જણાવ્યું કે, આંખમાં ત્રાસી આખ, ખોટી આખ અથવા ખાડો હાય તેના માટે આ વર્ષનો એક પ્રોજેકટ છે.
જેમાં નિશુલ્ક સારવાર માટેનાં પ્રયત્નો કરાય છે. જેથી બાળકો સરમ વગર જીવી શકે આ ઉપરાંત જે તે વ્યકિતને આ સેવાનો લાભ લેવો હોયતો રાજકોટમાં જ આઠ કલબ કાર્યરત છે. જેનાં દ્વારા દર રવિવારે ગામડામાં કેમ્પ પણ કરવામાં આવે છે. અને લોકોને મદદ‚પ થવાનો શ્ર્વાસ કરાય છે.