ઇ.સ. 1152ની આસપાસ રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે પગથિયા બનાવ્યા હતા: અહિં પર્વત ઘરા યોગીઓ, સંતો, સિઘ્ધયોગી, સાધુઓનું નિવાસ સ્થાન છે: ગેબી ગુફા અને કોતરોમાં અઘોરીઓ સાધના કરતા હોય છે
અબતક-અરૂણ દવે
સમગ્ર દેશમાં ગેબી ગિરનાર વિશેની ઘણી વાતો પ્રચલિત છે જેમાં આપણે પણ ઘણી વાતો જાણતા નથી. આજથી રપ કરોડ વર્ષ પૂર્વે ગેબી ગિરનારનો આરંભ થયો જેની ઉપર ચડવા માટે ઇ.સ. 1152 માં પગથિયા રાજા કુમાર પાળે નિર્માણ કર્યા હતા. અહિ કોતરો, ગુફામાં અઘોરીઓ તપ સાધના કરતા હોવાનું મનાય છે.દત્તાત્રેય સુધીના 9999 અને અંબાજી સુધીના 4800 પગથીયા છે. ગિરનારના ચાર મુખ્ય શિખરોમાં ગોરખ, અંબાજી, ગૌમુખી અને જૈન મંદિર શિખરો આવેલા છે. ગીરનારના વિવિધ નામોમાં ઉજજયંત, રૈવત, રૈવતક અને ર્જીણદુર્ગ છે.અહિ આવેલા અશોક શિલાલેખમાં પાલી ભાષામાં બ્રાહ્મી લીપીમાં કોતરણી થયેલી છે. જે ઇ.સ. 256 માં એક વિશાળ ખડકમાંથી શિલાલેખ કોતરાવ્યો હતો.
દર વર્ષે બમ બમ ભોલે, અલખ નિરંજનના નાદથી મહા અગિયારસી મહાવદ સુધી મહા શિવરાત્રીનો ભવ્ય મેળો ભરાય છે. શિવરાત્રીએ શાહી રવાડી નીકળે છે, આ સવારી બાદ તમામ નાગા બાવાઓ મૃગી કુંડમાં સ્નાન કરે છે. 2018ની સાલમાં આ મેળાને મીની કુંભ મેળાની માન્યતા અપાય હતી.ગિરનાર પર્વત ઉપર 64 જોગણી, 84 સિઘ્ધયોગી:, પર વીરના બેસણા સાથે 160 ધૂણા પ્રજવલિત છે દર વર્ષે મેળામાં 130 થી વધુ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ વર્ષે ર8 ફેબ્રુઆરીથી ર માર્ચ સુધીનો પાકિંગ ઝોન મેળાની વ્યવસ્થા માટે જાહેર કરેલ છે. મેળામાં વહીવટી તંત્ર દ્વારા હાઇમાસ્ટ ટાવર તૈયાર કરેલ છે.