ખેતરોની આસપાસ બંજર અને ખાલી પડેલી જમીનો પર એવા ઘણા વૃક્ષો અને છોડ ઉગી નીકળે છે, જેના વિશે લોકોને વધુ માહિતી હોતી નથી. ત્યારે આવો જ એક વિશેષ પ્રકારનો છોડ છે, જેને સત્યાનાશી કહેવામાં આવે છે. ઘણા લોકો આ છોડને નકામો છોડ સમજે છે. પરંતુ આયુર્વેદની દૃષ્ટિએ આ છોડ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ કાંટાળા છોડ પર સુંદર પીળા ફૂલો આવે છે, જેનું થડ નાનું હોય છે. તેમાં જાંબલી રંગના બીજ હોય છે.
સત્યાનાશીના પીળા રંગના ફૂલો તોડવાથી તેમાંથી પીળા રંગનું દૂધ જેવું પ્રવાહી નીકળે છે. તેમજ આ છોડના પાંદડા, ફૂલ, થડ, છાલ બધું જ આયુર્વેદ માટે ખાસ છે. તેમાંથી ઘણી ઔષધિઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત સત્યાનાશીનો છોડ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં સહાયક થાય છે. તેમજ સત્યાનાશી, ત્વચા સંબંધિત સમસ્યાઓ જેમ કે, ફોલ્લીઓ અને સોજો મટાડવામાં મદદરૂપ છોડ છે.
આ ઉપરાંત તેમાં જોવા મળતા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો સોજો ઘટાડવામાં મદદગાર થાય છે. આ સાથે આ છોડ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ગેસ, અપચો જેવી સમસ્યાઓને દૂર કરે છે. તેમજ સત્યાનાશી જેવા નાના કાંટાળા છોડમાં ઘણા ગુણકારી તત્વો સામેલ હોય છે. તેમાં એન્ટીમાઇક્રોબિયલ, એન્ટીડાયાબિટિક, એનાલ્જેસિક, એન્ટીઇન્ફ્લેમેટરી, એન્ટિઓક્સિડન્ટ જેવા ગુણો જોવા મળે છે. સત્યાનાશી આયુર્વેદમાં એક મહત્વપૂર્ણ ઔષધિ છે. આ ઉપરાંત સત્યાનાશીના છોડમાં એન્ટિઓક્સિડન્ટ ગુણો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક પ્રણાલીને મજબૂત બનાવે છે.
સત્યાનાશીના છોડના થડ, પાંદડા અને આસપાસ કાંટા લાગેલા હોય છે. તેમજ તેના ફૂલો પીળા રંગના હોય છે. તેના ફૂલોમાં નાના-નાના જાંબલી રંગના બીજ હોય છે, જેને તોડવાથી પીળા રંગનું પ્રવાહી નીકળે છે. ત્યારે મોટેભાગે સત્યાનાશીનો છોડ બંજર જમીન અને રસ્તાની બાજુએ ઉગે છે. લોકો તેને નકામો છોડ સમજે છે, પરંતુ આયુર્વેદમાં આ છોડ ખાસ ઉપયોગી છે.
આયુર્વેદમાં સત્યનાશી છોડના દરેક ભાગ એટલે કે પાંદડા, ફૂલ, દાંડી, મૂળ અને છાલ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે
નિષ્ણાતોના મત પ્રમાણે સત્યનાશીના છોડના મૂળને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવી પીવામાં આવે તો જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અથવા વારંવાર ઉધરસ આવતી હોય તેમના માટે આ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત જો કોઈને પેટમાં દુખાવાની ફરિયાદ હોય તો સત્યનાશીના પીળા દૂધમાં ઘી મિક્સ કરીને આપવામાં આવે તો તેના દર્દમાં રાહત થાય છે. જેને પીળીયો થયો હોય તેવા દર્દીઓને સત્યનાશીના તેલમાં ગિલોયનો રસ મિક્સ કરી આપવાથી ફાયદો થાય છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.