ટેકનોલોજી અને વિજ્ઞાન આસમાનથી પણ ઉંચુ બની ગયુ છે ત્યારે જાપાની વૈજ્ઞાનિકોએ એક એવો રોબોટ હ્યુમનોઇડ રોબોટ તૈયાર કર્યો છે જે પુશ-અપ અને સિટ-અપ જેવી કસરતો કરી શકે છે. જેમાં રસપ્રદ વાત તો એ છે કે કસરત વખતે આ રોબોટમાં માણસોની જેમ જ પરસેવો વળે છે. આ રોબોટમાં આર્ટિફિશીયલ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેના કારણે તેને પરસેવો આવેશ આ સિસ્ટમ શારીરીક રીતે સામાન્ય વ્યક્તિની જેમ જ કાર્ય કરે છે.
જાપાનની યુનિવર્સિટી ઓફ ટોક્યોના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલા આ રોબોટનું નામ કેંગોરો છે. જેને ક્રેશ ટેસ્ટમાં ઉપયોગમાં લેવાશે. આ ઉપરાંત તેને એથ્લીટ્સ અને ખેલાડીઓની માંસપેશીઓના વિશ્ર્લષણ માટે ઉપયોગમાં લેવાશે. વૈજ્ઞાનિકોની ટીમ છેલ્લા ઘણા વર્ષોથી હ્યુમનોઇડ રોબોટ બનાવી રહી હતી. કેંગોરો તેમના દ્વાર વર્ષ ૨૦૦૧માં બનાવેલી સૌથી એડવાન્સ અને ડેવલોપ સીરીઝ રોબોટ છે. આ રોબોટને જ્યારે માણસની જેમ પરસેવો વળે છે તો આ સિસ્ટમ તેને ઓવરાહિટ થવાથી બચાવે છે. કેંગોરો માણસની જેમ ઘણી હરકતો અને કસરતો પણ કરી શકે છે.