ગુજરાતીઓ ફરવાના તો શોખીન હોય છે અને રજાના દિવસોમાં ફરવા લાયક સ્થળોની શોધમાં પણ હોય છે ત્યારે અમદાવાદથી નજીક એવા પોલોના જંગલની મુલાકાત જો એક વાર લેશો તો અચુંક વારંવાર જવાની તૈયારી દાખવશો તે તો પાકું છે. જી….હા.. અમદાવાદથી નજીક એવા પોલોના જંગલની મુલાકાત જો એક વાર લેશો તો અચુંક વારંવાર જવાની તૈયારી દાખવશો તે તો પાકું છે. જી…હા… અમદાવાદથી 150 KM દૂર કુદરતનું રમણીય નજારો અને પ્રકૃતિથી ભરપૂર એવું જંગલ એટલે પોલો ફોરેસ્ટ. જે 400સ્વેર કિ.મી.માં ફેલાયેલું અને વિજયનગર તાલુકાના આભાપુર ગામમાં આવેલું છે.
જ્યાં એક દિવસની પીકનીકનું પણ આયોજન કરી શકાય છે. ત્યાં જવા માટે કોઇ એન્ટ્રી ફ્રી કે રજીસ્ટ્રેશનની જરુર નથી રહેતી તેમજ આખો જંગલ વિસ્તાર જંગલખાતા દ્વારા સંભાળવામાં આવે છે. આ જંગલ વિસ્તાર સુંદર પહાડીઓથી ઘેરાયેલો છે તેમજ હરનવ નદી પણ ત્યાં આવેલી છે અને દરનવ ડેમ પણ છે. આ ઉપરાંત ભગવાન શિવનું ઐતિહાસિક મંદિર પણ છે સાથે સાથે જૈન મંદિર પણ છે. અહિંના રમણીય, દ્રશ્યો, કેમ્પ સાઇટ, ટ્રેકિંગ, એડવેન્ચરને ખરેખર માણવું હોય તો ત્યાં ગાઇડની સુવિધા પણ છે જેના દ્વારા તમે જંગલને પુરેપુરુ માણી શકો છો. અહિંની મોટી ખાસીયત પોલો ફોરેસ્ટનો પોલો ઉત્સવ છે જે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવે છે. જેમાં ટ્રાવેલ ઇવેન્ટ, એડવેન્ચર, એક્ટીવીટી, સાઇક્લીંગ, કેમ્પીંગ અને બીજુ ઘણું બધુ યોજવામાં આવે છે. ત્યાં જો રોકાવાની ઇચ્છા હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર હેઠળ પોલો કેમ્પસાઇટમાં રોકાઇ શકો છો, જ્યાં એસી અને નોન એસી બંને પ્રકારનાં રુમની સગવડતાઓ હોય છે.